બાબરામા વેપારીઓ અને ચેમ્બર ઓફ ની બેઠક મળી : સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય

  • બાબરામા  સોમવારથી સવારે 7 થી બપોરે 4 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે ચેમ્બર ઓફ કોમર્સ નો નિર્ણય લેવાયો
  • બાબરા તાલુકા મા વધતા કેસ ને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યોઅમરેલી જીલ્લા મા કોરોના ના કેસ મા દીન પ્રતિ દિન વધારો થાય છે ત્યારે બાબરા પંથક મા પણ 8 કેસ આવી ગયા છે  લોકો મા ચિંતા પ્રસંરી ગય છે આજ રોજ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના હોદ્દેદારો સલાહકાર સમિતિ ના અધ્યક્ષ અને શહેર ના વેપારીઓ ની બેઠક ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુનાભાઇ મલકાણ ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમા કોરોના ના વધતાં કેસ સામે કેમ લડવું અને એનુ સંક્રમણ કેમ ઓછું કરવુ તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં અંતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો  કે બાબરા શહેરના તમામ ધંધાર્થીઓ સોમવારથી 7:00 થી સાંજના ચાર વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખશે અને લોકોને વિનંતી કરવામાં આવી હતી કે બને ત્યાં લગી ઘરની બહાર નો નીકળવું માસ્ક બાંધીને બહાર જવુ કોઈપણ વસ્તુ ખરીદવા અથવા કામ અર્થ બહાર નીકળો તો સોશિયલ ડિસ્કશનનુ  પાલન કરવું તેમજ રાત્રિના સમયે કર્ફ્યુ નું પાલન કરવું જેથી કરી આપણું બાબરા શહેર અને તાલુકો આ મહામારી કોરોનાના જપટે  નો આવે એવી બાબરા શહેર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાબરા ની જાહેર જનતા ને આ નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.