વેબિનાર માટે એપીએમ ટર્મીનલ્સ પિપાવાવ સાથે પાર્ટનરશીપ કરી

  • CONCORએ ભ્રષ્ટાચારને અટકાવવા
  • ભ્રષ્ટાચારમુક્ત ઉદ્યોગ સુનિશ્ચિત કરવા અસરકારક કાર્યક્રમ

પિપાવાવ, ભારતીય રેલવે મંત્રાલય અંતર્ગત કાર્યરત મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર અને નવરત્ન કંપની CONCORએ લોજિસ્ટિક ઉદ્યોગમાં ભ્રષ્ટાચારને અટકાવવા પર કેન્દ્રિત વેબિનાર માટે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ સાથે પાર્ટનરશિપ કરી છે. વિજિલન્સ વીકના ભાગરૂપે CONCORએ વેબિનારનું આયોજન કર્યું હતું, જેમાં મર્સ્ક ગ્રૂપના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર શ્રીમતી ફરઝાના મોહમ્મદ અને એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રીયાકબ ફ્રિસ સોરેન્સને ઉપયોગી જાણકારી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
એક કલાક લાંબા સેશનમાં CONCORના શ્રી આકાશ તનેજાએ ચીફ વિજિલન્સ ઓફિસરને આવકાર આપ્યો હતો, પછી CONCORના ઇન્ટરનેશનલ માર્કેટિંગ અને ઓપરેશન્સના ડાયરેક્ટર શ્રી સંજય સ્વરૂપે પરિચય આપ્યો હતો. આ સેશન ઇન્ટરેક્ટિવ ડાયલોગ સાથે સંપન્ન થયો હતો, જેમાં તમામ ભાગીદારોએ આ મુદ્દા પર તેમના અભિપ્રાયો અને પાસાં રજૂ કર્યા હતા.એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યાકબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે,અમે આ વેબિનાર માટે અને ઉપયોગી જાણકારીઓ અને રીતો વહેંચવા અમને છૂટ આપવા બદલ CONCORના આભારી છીએ. આ ખરાં અર્થમાં પ્રથમ પ્રકારની પહેલ છે, જેમાં સરકારી કંપનીએ ભ્રષ્ટાચારને અટકાવવા અને અન્ય નીતિનિયમોનું પાલન કરવા સાથે સંબંધિત મુદ્દાઓ માટે પબ્લિક લિમિટેડ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. એપીએમ ટર્મિનલ પિપાવાવમાં એક અસરકારક કમ્પ્લાયન્સ પ્રોગ્રામ પર્યાવરણને અનુકૂળ કામગીરી માટે પ્રીકર્સર છે, કારણ કે અમે માનીએ છીએ કે, ઉદ્યોગમાં પ્રામાણિકતા જાળવવા ગેરકાયદેસર, અનૈતિક અને અનુચિત રીતો ઘટાડવા ભ્રષ્ટાચારને અટકાવવા માટેના વિવિધ પગલાંની જરૂર છે. અમારી વ્યાવસાયિક કામગીરીનું મહત્ત્વપૂર્ણ અંગ નીતિનિયમોનું પાલન છે, જે અમારા પેરેન્ટ કંપની મર્સ્ક ગ્રૂપની નીતિનિયમો સાથે સંલગ્ન છે. CONCORનું સંપૂર્ણ મેનેજમેન્ટ અને સ્ટાફના સભ્યોએ વેબિનારમાં હાજરી આપી હતી. એ પી મોલર મર્સ્કનું ભ્રષ્ટાચારના વિરોધમાં વિઝન અને નીતિનિયમોનું પાલન કરવાની રીતો CONCOR ગ્રૂપ દ્વારા સુપ્રસિદ્ધ હતી. એ પી મોલર મર્સ્ક આંતરરાષ્ટ્રીય કંપનીના ધારાધોરણો જાળવવા 100 ટકા નીતિનિયમોનું પાલન કરવાની જરૂરિયાતમાં માને છે.