વેબ સિરિઝ આશ્રમ-૨ આવતીકાલે રિલિઝ થશે

વેબ સીરીઝ આશ્રમ ચેપ્ટર ૨ ધ ડાર્ક સાઇડ પર વિવાદ ઉભો થયો છે. આને લઇને હવે ફિલ્મ મેકર પ્રકાશ ઝાએ રાજપૂત કરણી સેનાના નિશાને આવી ગયો છે. આશ્રમ ૨ આગામી ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં એક્ટર બૉબી દેઓલ એક બાબા તરીકે ભૂમિકા ભજવી રહૃાો છે, અગાઉ પહેલી સિઝનને આ લોકોએ ખુબ પસંદ કરી હતી.

આશ્રમ ૨ વેબ સીરીઝ ૧૧ નવેમ્બરે એમએક્સ પ્લેયર પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ મેકર પ્રકાશ ઝાએ ફિલ્મ અંગે વાત કરતા ખુલાસો કર્યો કે બૉબી દેઓલ એક બાબા તરીકે કે, એટલે કે બાબા નિરાલાનુ પાત્ર ભજીવી રહૃાો છે. આમાં એક ખંડેરમાંથી એક મહેલને બનાવવામાં આવ્યો છે, આમાં એક મહેલની કહાની છે, આ આશ્રમ અયોધ્યામાં આવેલો છે, જ્યાં રાજા સદકનો મહેલ હતો.

પ્રકાશ ઝાએ કહૃાું- મે રાજ સદનમાં બધી સંભાવનાઓ જોઇ, અમે જે કલ્પના કરી હતી, તે આસાનીથી આ મહેલમાં સેટ થઇ ગઇ. આ મહેલ બહુજ જર્જર હાલતમાં હતો હવે તેને સુંદર બનાવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આશ્રમ ૨ વેબસીરીઝને લઇને કરણી સેનાએ જબરદસ્ત વિરોધ કર્યો છે, અને તેમને આ સીરીઝ વિરુદ્ધ પ્રકાશ ઝા અને એમએક્સ પ્લેયરને કાયેદસરની નોટિસ પણ મોકલી છે. કરણી સેનાનુ કહેવુ છે કે કરણી સેના સાધુ સંતોનુ અપમાન સહન નહીં કરે, તો સામે પ્રકાશ ઝાએ કરણી સેનાની ધમકીઓને ફગાવી દીધી છે.