વેરાવળ થી અમરેલી ટ્રેન શરૂ

  • કોરોના કાળમાં લાંબો સમય બંધ રહયા બાદ 
  • ટ્રેન શરૂ કરવા માટે વેપારીઓ અને ચેમ્બર દ્વારા સાંસદશ્રીને રજુઆત થયેલ

અમરેલી,
કોરોના કાળ દરમ્યાન લોકડાઉન આવ્યા બાદ એકાદ વર્ષ ટ્રેન વ્યવહાર બંધ રહયા બાદ લોકોને તેમજ ધંધાર્થીઓને સસ્તા ભાડાની ટ્રેનનો લાભ બંધ થઈ ગયેલ. લાંબો સમય ટ્રેન બંધ રહેતા અમરેલીના વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રેન શરૂ કરવા માટે સાંસદ નારણભાઈ કાછડીયાને રજુઆત કરવામાં આવી હતી. સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા રેલ્વેના ડી.આર.એમ. તેમજ ઉપઅધિકારીઓ સુધી ટ્રેન શરૂ કરવા ધારદાર રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે રેલ્વે તંત્ર દ્વારા વેરાવળ થી અમરેલી ટ્રેન શરૂ કરવા ખાતરી આપતા આજે બપોરના 2:45 કલાકે વેરાવળ થી અમરેલી ટ્રેન આવી હતી. એક માત્ર ટ્રેન અમરેલી વેરાવળ અને વેરાવળ થી અમરેલી શરૂ કરવામાં આવેલ છે. વેચ્ચેના રૂટની કોઈ ટ્રેન શરૂ કરવામાં આવેલ નથી. જેથી વિસાવદર થી જુનાગઢનું કોઈ રેલ્વે કનેશન મળી શકે તેમ નથી.