વેલેન્ટાઇન ડે પહેલા જ ઇરા ખાને રિલેશનશિપ પર લગાવી મહોર

૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે છે અને આ ખાસ દિવસ પહેલા જ બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાને આખી દુનિયા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઇરાએ નૂપુર શિખરે સાથેના સંબંધ પર મહોર લગાવી છે. તેણે માત્ર સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપનો જ ખુલાશો નથી કર્યો, પરંતુ બોયફ્રેન્ડ સાથેના કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહૃાા છે.

ઇરા ખાને પ્રોમિસ ડે પર નૂપુર શિખરે પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આપને જણાવી દઈએ કે નૂપુર શિખરે ઇરા ખાનનો ફિટનેસ ટ્રેનર છે. ઇરા ખાને ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં બંને એકબીજાને પ્રેમાળ નજરથી જોઈ રહૃાા છે. ઇરાએ કેપ્શનમાં લખ્યું છે  ‘તુમ્હારે સાથે ઓર તુમ્હારે લીએ વાદે કરના, મેરે લીએ સમ્માન કી બાત હૈ. આ સાથે ઇરાએ હેશટેગમાં ડ્રીમ બોય, માય વેલેન્ટાઇન અને બડી લખ્યું છે.

ઇરાની આ પોસ્ટ પર ફાતિમા સના શેખ, ગુલશન દૈવેયા અને કરણવીર બોહરા દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે. જણાવી દઈએ કે ઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ઘણા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં તે તેની કઝીન સિસ્ટર જયન મેરીના લગ્નમાં હાજરી આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે જેમાં નૂપુર પણ જોવા મળી રહૃાો છે.