વેલેન્ટાઈન-ડેની રાતે મુંબઈની ૧૯ વર્ષીય યુવતી પર અમદાવાદમાં ગેંગરેપ

રાજ્યમાં મહિલાઓ અને યુવતીઓ પર ગેંગરેપ અને યૌનશોષણના કિસ્સાઓ વધતા જાય છે. ત્યારે મુંબઈની યુવતી પર અમદાવાદમાં ગેંગરેપ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મુંબઈની ૧૯ વર્ષીય યુવતીને વેલેન્ટાઈન ડે નો દિવસ ભારે પડી ગયો છે. વેલેન્ટાઈન ડેના દિવસે મુંબઈની ૧૯ વર્ષીય યુવતી પર ગેંગરેપની ફરિયાદ અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વેલેન્ટાઈન ડેની રાતે મુંબઈની ૧૯ વર્ષીય યુવતીને કેફી પીણું પીધા બાદ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે, જેની ફરિયાદ યુવતીએ નારોલ પોલીસમાં નોંધાવી છે. નારોલ પોલીસ મથકે મહિલા સહિત ૩ સામે ફરિયાદ નોંધાઈ છે.

હાલ નારોલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં મુંબઈની ૧૯ વર્ષીય યુવતીને કેટરીંગના કામ માટે બોલાવવામાં આવી હતી. યુવતીને ઓર્ડર મળતા તે મુંબઈથી અમદાવાદ આવી પણ હતી. જે દિવસે તેની સાથે દુષ્કર્મ થયો તે દિવસે વેલેન્ટાઈન ડે હતો. મુંબઈની યુવતીને જોઈને વેલેન્ટાઈન ડેની રાતે હવસખોર ત્રણ શખસોના મનમાં હવસનો કીડો સળવળ્યો હતો અને તેમને યુવતીને ફસાવવા માટે કેફી પીણું પીવડાવ્યું હતું અને બાદમાં યુવતી સાથે દુષ્કર્મ કર્યો હતો.

ત્રણ આરોપીને આ બદકામમાં એક મહિલાએ પણ સાથ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મુંબઈની ૧૯ વર્ષીય યુવતીએ પોતાના પર થયેલા બદકામને લઈને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે પોતાની સાથે બનેલી તમામ હકીકતનું સવિસ્તાર વર્ણન કર્યું હતું. અહીં તે શેના માટે આવી હતી? બળાત્કાર આચરવામાં કોનો હાથ હતો? તે તમામ સવાલના જવાબ પોલીસને આપ્યા હતા. ત્યારબાદ નારોલ પોલીસે એક મહિલા સહિત ૩ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.