- ૧૧૬ દિૃવસ બાદૃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પ્રારંભ
- વરસાદને લીધે વારંવાર ખોરવાયેલી મેચ : યજમાન ટીમે ટોસ જીતીને પહેલી બેિંટગ પસંદ કરી : નબળી શરૂઆત
૧૧૬ દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત થઈ છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીત્યા બાદૃ પ્રથમ બેિંટગ કરવાનો નિર્ણય કર્યો છે. યજમાન ટીમે વારંવાર વરસાદૃના વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં આ લખાય છે ત્યાં સુધીમાં ૧૦ ઓવરમાં એક વિકેટે ૨૦ રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડે શૂન્ય રનના સ્કોરે ઓપનર ડોમ સિબ્લેની વિકેટ ગુમાવી હતી. સિબ્લે ખાતું ખોલાવે એ પહેલાં ગેબ્રિયલનો શિકાર બન્યો હતો. તે બોલ્ડ થયો હતો. રોરે બર્ન્સ (૦૭) અને જોય ડેનલે (૧૩) રમતમાં હતા. ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડ આ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી રમવા ઊતર્યા નથી, ઇંગ્લેન્ડનો નિયમિત કેપ્ટન જો રૂટ પહેલેથી જ મેચ રમવાના નહતા. વરસાદૃને કારણે મોડી શરૂ થયેલી મેચમાં પ્રથમ દિૃવસની રમત માટે ૫૭ ઓવર નક્કી કરવામાં આવી છે. જો રૂટની પત્નીની આ મેચની આસપાસ ડિલિવરી થવાની હતી.
આને કારણે તેણે આ મેચમાં નહીં રમવાનો નિર્ણય કર્યો હતો. આ મેચની થોડી વાર પહેલા રૂટે તેની નવજાત પુત્રીની તસવીર પોસ્ટ કરી અને તેની ટીમને આ મેચ માટે શુભેચ્છા પાઠવી. તેણે લખ્યું, અમે આ મેચ પણ જોઈશું.ર એજીસ બાઉલના મેદૃાન પર સવારનો વરસાદૃ અટકી ગયા બાદૃ મેચ શરૂ કરાઈ હતી. દૃુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જોતા હતા, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લગભગ ૧૧૬ દિૃવસ પછી પરત ફરી રહૃાું છે. પરંતુ મેચનો પ્રથમ દિૃવસ શરૂ થતાં પહેલા વરસાદૃથી રમત-ગમતના ચાહકોમાં નિરાશા વધી ગઈ છે. ક્રિકેટના ઇતિહાસમાં ૪૬ વર્ષમાં આ પહેલી વાર છે, જ્યારે ૧૦૦ દિૃવસથી વધુ સમય સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં ન આવી હોય. કોવિડ -૧૯ વાયરસને લીધે, આ શ્રેણી પ્રેક્ષકો વિના રમાશે. ખેલાડીઓ બોલ પર લાળનો ઉપયોગ કરી શકશે નહીં અને ન તો તે એકબીજાને સ્પર્શ કરશે. આ જીવલેણ ચેપને રોકવા માટે આઇસીસીએ ક્રિકેટમાં આવી ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ મેચમાં બંને ટીમો ’બ્લેક લાઇવ્સ મેટર’ નો લોગો મૂકીને જાતિવાદૃ સામે વિરોધ વ્યક્ત કરશે. આ લોગો પ્લેયર્સ શર્ટ પર હશે. આ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ જાતિવાદૃ સામે એકતા બતાવશે.