વૈશ્વિક મીડિયાના નિશાન પર મોદી સરકાર, ખોટા નિર્ણયોથી ભારતમાં સ્થિતિ બગડી

ભારતમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ સતત બગડી રહી છે. કોરોના માટે સ્પેશિયલ મેડિકલ સેવાઓની સ્થિતિ જોવામાં આવે તો લોકોને હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને આવશ્યક દવાઓ માટે મારામારી કરવી પડી રહી છે. કોરોનાને લીધે જીવ ગયા તો સ્મશાન અને કબ્રસ્તાનમાં પણ લાંબી લાઈનો લાગી છે. આ સંજોગોમાં વિદેશી મીડિયા મોદી સરકાર સામે અનેક વેધક પ્રશ્ર્નો સર્જી રહૃાું છે..આ અંગે જોઈએ..

સૌથી આકરી પ્રતિક્રિયા ઓસ્ટ્રેલિયાના અખબાર ઓસ્ટ્રેલિયન ફાઇનાન્શિયલ રિવ્યૂમાં જોવા મળી છે. કાર્ટૂનિસ્ટ ડેવિડ રોવે એક કાર્ટૂનમાં દેખાડ્યું છે કે ભારત દેશ જે હાથીની માફક વિશાળ છે. એ મૃતપ્રાયની સ્થિતિમાં જમીન પર પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એની પીઠ પર સિંહાસનની માફક લાલ ગાદીવાળા આસન પર બેઠા છે. તેમના માથા પર પાઘડી અને એક હાથમાં માઈક છે. તેઓ ભાષણવાળી પોઝિશનમાં છે. આ કાર્ટૂન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહૃાું છે.

અમેરિકાના અખબાર ’ધ વોશિંગ્ટન પોસ્ટ’એ ૨૪ એપ્રિલના રોજ પોતાના ઓપિનિયનમાં લખ્યું હતું કે ભારતમાં કોરોનાની બીજી લહેરનું સૌથી મોટું કારણ નિયંત્રણોમાં ઝડપભેર રાહત આપવામાં આવી. આ પૈકી લોકોએ મહામારીને હળવાશથી લીધી. કુંભમેળા, ક્રિકેટ સ્ટેડિયમ જેવા ઈવેન્ટમાં દર્શકોની મોટા પાયે ઉપસ્થિતિનાં ઉદાહરણો છે. એક જગ્યા પર મહામારીનીનું જોખમ એટલે તમામ જગ્યાએ જોખમ છે. કોરોનાનો વેરિયેન્ટ વધારે ઘાતક બન્યો છે.

બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને ભારતમાં કોરોનાની ભયાનક સ્થિતિને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યાં છે. ૨૩ એપ્રિલના રોજ લખેલા લેખમાં લખ્યું- ભારતીય વડાપ્રધાનના અતિ આત્મવિશ્ર્વાસ (ઓવર કોન્ફિડન્સ)ને લીધે દેશમાં જીવલેણ કોવિડ-૧૯ની બીજી લહેર વિક્રમજનક સ્તર પર છે.

લોકો હવે સૌથી ખરાબ સ્થિતિમાં જીવી રહૃાા છે. હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ બન્ને નથી. ૬ સપ્તાહ અગાઉ તેમણે ભારતને વર્લ્ડ ફાર્મસી તરીકે જાહેર કર્યું હતુ, જ્યારે ભારતમાં ૧ ટકા વસ્તીને પણ વેક્સિનેશન થયું નથી.

અમેરિકાના અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતના સંદર્ભમાં ૨૫ એપ્રિલના રોજ લખ્યું કે એક વર્ષ અગાઉ વિશ્ર્વનું સૌથી કડક લોકડાઉન લગાવીને કોરોના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું, પણ બાદમાં નિષ્ણાતોની ચેતવણીને નજરઅંદાજ કરવામાં આવી. આજે કોરોનાના કેસ નિયંત્રણ બહાર જઈ રહૃાા છે. હોસ્પિટલોમાં બેડ નથી. કેટલાક રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. સરકારના ખોટા નિર્ણયો અને આવનારી મુશ્કેલીઓને નજર અંદાજ કરવાનું ભારતને ભારે પડ્યું છે.

પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને ૨૩ એપ્રિલના રોજ રાણા અયુબના લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોનાની લડાઈમાં નિષ્ફળ ગણાવ્યા છે. લેખમાં પ્રશ્ર્ન કરવામાં આવ્યો છે કે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી કોઈ જ તૈયારી કરવામાં આવી ન હતી. વડાપ્રધાન પર નિશાન સાધતાં તેમણે લખ્યું છે કે જવાબદારી તેમની પાસે છે કે જેમણે તમામ સાવધાનીઓને નજરઅંદાજ કરી. જવાબદારી એવા મંત્રીમંડળ પાસે છે કે જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહૃાું હતું કે દેશમાં કોરોના સામે તેમણે સફળ લડાઈ લડી છે. ત્યાં સુધી કે ટેસ્ટિંગ પણ ધીમું થઈ ગયેલું. લોકોમાં ભયાનક વાયરસ અંગે વધારે ભય ન રહૃાો.

બે દિૃવસ અગાઉ પ્રકાશિત લેખમાં બ્રિટનની ન્યૂઝ એજન્સી મ્મ્ઝ્રએ કહૃાું હતું કે કોરોનાના વિક્રમજનક કેસોથી ભારતની હેલ્થકેર સિસ્ટમ સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ છે. લોકોને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન નથી. કોરોનાના કેસમાં વધારો થવાનું કારણ હેલ્થ પ્રોટોકોલમાં છૂટ, માસ્ક ન પહેરવું તથા કુંભમેળામાં લાખો લોકોની ઉપસ્થિતિ છે.