વૈષ્ણોદૃેવી યાત્રા માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરુ

માતાના ભક્તો માટે ખુશખબરી છે કારણકે સરકારે હવે વૈષ્ણોદૃેવી યાત્રા માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન અને હેલીકૉપ્ટરની મંજૂરી આપી દીધી છે. ત્યારબાદથી હવે બુિંકગ બુધવારથી શરૂ થઈ જશે. માતા વૈષ્ણોદૃેવી શ્રાઈન બોર્ડેના સીઈઓ રમેશન કુમાર જાંગિડે આ વિશે પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે સરકારે ૧૬ ઓગસ્ટથી મા વૈષ્ણોદૃેવીની યાત્રા ફરીથી ચાલુ કરી દીધી છે. કોરોના સંકટના કારણે સરકારે ૧૮ માર્ચથી આ યાત્રા પર રોક લગાવી દીધી હતી.
ઑનલાઈન રજિસ્ટ્રેશન વિશે માહિતી આપતા જાંગિડે કહૃાુ કે વૈષ્ણોદૃેવી ઑનલાઈન રજિસ્ટ્રેશન અને હેલીકૉપ્ટર બુિંકગ ૨૬ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી છે. આ દરમિયાન યાત્રા કરનાર હેલીકૉપ્ટર અને ઑનલાઈન બુિંકગ દ્વારા માતા વૈષ્ણોદૃેવીના દર્શન કરી શકે છે. તમને જણાવી દઈએ કે યાત્રા કરનાર બધા ભક્તોએ અમુક ખાસ નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. વાસ્તવમાં સરકારે એક દિવસમાં માત્ર ૨ હજાર લોકોને જ દર્શન કરવાની મંજૂરી છે. યાત્રામાં શામેલ થવા માટે રજિસ્ટ્રેશન ઑનલાઈન જ કરવામાં આવશે. બીજા રાજ્યો અને જમ્મુ-કાશ્મીરના રેડ ઝોન જિલ્લાઓના લોકોનો કોરોના નેગેટીવ રિપોર્ટ પણ સાથે રાખવો પડશે. આની તપાસ ભવન જવા દરમિયાન હેલીપેડ, ડ્યોઢી ગેટ, બાણગંગા, કટરામાં કરવામાં આવશે.