વોટરકેનનથી નવી લાઈટનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું

  • રાજકોટ-ભાવનગરથી મુંબઈની લાઈટ શરૂપાંચ મહિના બાદ આજથી રાજકોટ-મુંબઈ અને ભાવનગર-મુંબઈની લાઈટ શરૂ થઈ છે. નવી લાઈટ શરૂ થતાં રાજકોટ એરપોર્ટ પર વોટર કેનનથી લાઈટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પાઈસ જેટની નવી લાઈટ આજથી શરૂ થઈ છે. જે લાઈટ આજે સવારે મુંબઈથી રાજકોટ આવી પહોંચતા વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
    રાજકોટ-મુંબઈ વચ્ચે લાઈટ શરૂ થતાં રાજકોટ અને મોરબીના વેપારીઓને મુંબઈ જવા-આવવામાં ફાયદો થશે. એર ઇન્ડિયા દ્વારા આજથી સોમવાર, ગુરુવાર અને શનિવારે ભાવનગર-મુંબઇ વચ્ચેની સીધી લાઇટ ફરી શરૂ કરવામાં આવી છે. આ લાઈટ મુંબઈથી ૮.૪૫ વાગ્યે ઉપડી ભાવનગર ૧૦ વાગ્યે પહોંચશે. ભાવનગરથી ૧૦.૩૫ વાગ્યે ઉપડશે અને મુંબઇ ૧૧.૫૦ વાગ્યે પહોંચશે. ૧૦ સપ્ટેમ્બરે સવારે ૮.૩૦ વાગ્યે રાજકોટથી મુંબઈની સ્પાઈસ જેટની લાઈટ ઉપડવાની હતી. પણ યાત્રિકોની સંખ્યાના અભાવે લાઈટ રદ્દ થઈ હતી.
    જેને લઈને યાત્રિકો અટવાયાં હતા અને રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે અગાઉ ૧ જુલાઈથી આ લાઈટ શરૂ થવાની હતી. ત્યારબાદ ઓગસ્ટમાં, પછી ૧૦ સપ્ટેમ્બરથી અને હવે ફરી શિડ્યુલ બદલી દૃેતા રાજકોટ-મુંબઈ વચ્ચે આજથી લાઈટ શરૂ થઈ છે. રાજકોટ-મુંબઈની લાઈટ શરૂ થયા બાદ હવે રાજકોટ-દિલ્હીની લાઈટ શરૂ કરવામાં આવશે. દિલ્હીની લાઈટ શરૂ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સંભવત: ૧૮મીથી રાજકોટથી દિલ્હીની લાઈટ સવારે ૯.૩૦ કલાકે ઉડાન ભરશે.