અમરેલી,
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.11193053200151/ 2020, ગુજરાત આંતકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ (00એ10એ) અધિનિયમ 2015 ની કલમ 3(1) ની પેટા (1) તથા કલમ 3(1) ની પેટા (2) તથા કલમ 3(2) તથા કલમ 3(3) તથા કલમ 3(4) તથા કલમ 3(5) મુજબના ગુનાઓનો આરોપી ત્રણ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ અમરલી જિલ્લાની અલગ-અલગ નામ.કોર્ટમાંથી મજકુર આરોપીના સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર હિસ્ટ્રીશીટર આરોપી વનરાજ મંગળુભાઇ વાળા, ઉં.વ.31, રહે.નાની ધારી, તા.ખાંભા, જિ.અમરેલીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હક્કિત આધારે ભુજ-નખત્રાણા હાઇવે મુકામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.