વોર્ડ નં.૦૮મા નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે કરાયું.

લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ

રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૮માં નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ તા.૨૨-૧૧-૨૦૨૦ના રોજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે કરાયું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ઘાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૦૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ અશ્વિનભાઈ પાંભર, કાથડભાઈ ડાંગર, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકિયા, શિક્ષણ સમિતિના સભ્ય કિરણબેન માકડિયા, અલ્કાબેન કામદાર, વોર્ડ નં.૦૮ના ભાજપ અગ્રણી રીટાબેન સખીયા, હર્ષિદાબેન પટેલ, જ્યોત્સનાબેન લાખાણી, પુર્વેશભાઈ ભટ્ટ, શક્તિ રાઠોડ, ભરતભાઈ રામોલીયા, સમીરભાઈ ખીરા, મનસુખભાઈ પીપળીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.