અમરેલી,
ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન : વ્યાજખોરોની સામે અમરેલી જિલ્લા પોલીસની નવી પહેલ
આગામી દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ ના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 05/01/2023 ના રોજ સવારે 11 વાગ્યે જિલ્લા તાલીમ કેન્દ્ર,પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવનાર છે. તારીખ 05/01/2023 ના રોજ યોજનાર લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકોએ પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે લાવવાની રહેશે. આ વ્યાજખોર વિરુદ્ધ યોજનાર લોકદરબાર અંગે વધુ માહિતી મેળવવા નાગરિકો અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ 02792-223498 પર સંપર્ક કરી શકે છે.