વ્હાઇટ હાઉસમાં કોરોનાની એન્ટ્રી: ટ્રમ્પ દંપતિ પોઝિટિવ

  • ટ્રમ્પના અંગત સલાહકાર હોપ હિક્સ પોઝિટિવ આવ્યા બાદ ક્વોરન્ટાઈન થયા હતા
  • ૧૪ દિવસ ટ્રમ્પ ક્વૉરન્ટાઇનમાં,ચૂંટણી પ્રચાર નહીં કરી શકે, ટ્રમ્પે બીડને પહેરેલા માસ્કની પણ મજાક ઉડાવી હતી ત્યારે તેમની ભારે ટીકા થઇ હતી
  • અમે કોરોનાને સાથે મળીને હરાવીશું ટ્રમ્પનું ટ્વિટ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માથા પર છે ત્યારે ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. અત્યાર અગાઉના અહેવાલ મુજબ ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પની સાથે ફરતી મહિલા સહાયક હોપ હિક્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ જાણીને ટ્રમ્પે પોતાને ક્વોરંટાઇનમાં મૂક્યા હતા.
આજે સવારે ખુદ ટ્રમ્પે ટ્વીટ કરીને આ સમાચાર જાહેર કર્યા હતા. તેમને કોરોના પોઝિટિવ આવવા ઉપરાંત તેમનાં પત્ની મેલાનિયાને પણ કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ પ્રગટ થયા હતા. હવે ઓછામાં ઓછા ૧૪ દિવસ ટ્રમ્પ જાહેરમાં ફરી નહીં શકે કે ચૂંટણી પ્રચાર કરી નહીં શકે. તેમણે મિનિમમ ૧૪ દિવસ ક્વોરંટાઇનમાં રહેવું પડશે.
અત્રે એ યાદ કરવા જેવું છે કે અમેરિકામાં કોરોના ફેલાયો એ પરિસ્થિતિને હલ કરવામાં ટ્રમ્પના વહીવટી તંત્રે જે ગફલો કર્યો એની આકરી ટીકા દૃુનિયાભરના મિડિયાએ કરી હતી. ટ્રમ્પ પોતે લાંબા સમયથી માસ્ક વિના જાહેરમાં ફરતા હતા. લાંબો સમય એમના આ વર્તનની ટીકા થઇ ત્યારબાદ તેમણે માસ્ક પહેરવાનું શરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના બહુ જ નજીકના મહિલા સહયોગી હોપ હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સિલર હોપ હિક્સે તાજેતરમાં જ ટ્રમ્પની સાથે ઓહિયોમાં આયોજિત પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો.
તાજેતરમાં ટ્રમ્પ અને તેમના નિકટતમ પ્રતિસ્પર્ધી જો બીડેને પ્રેસિડેન્શ્યલ ડિબેટ કરી હતી. એમાં ટ્રમ્પે બીડેને પહેરેલા માસ્કની મજાક ઊડાવી હતી. ત્યારે બીડેને તેમની ટીકા કરી હતી. હવે ટ્રમ્પ પોતે કોરોના પોઝિટિવ જાહેર થયા હતા.
જોકે, વ્હાઈટ હાઉસના પ્રવક્તા જૂડ ડીરે કહૃાું કે, રાષ્ટ્રપતિ પોતાની સાથે અમેરિકન લોકો માટે કામ કરનારા તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગંભીર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની સાથે યાત્રા કરનારા લોકોને હંમેશા સાવધાની રાખવાનું કહે છે.