શંકાશીલ પતિથી ત્રાસી ગયેલી મહિલાને આપઘાતના વિચારોથી મુકત કરાવતી અમરેલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ

અમરેલી,અમરેલી 181 અભયમ્ ની ટીમે લાઠી તાલુકાના શેખપીપરિયા ગામ ની પીડિત મહિલા ને આપઘાતના વિચારોમાંથી મુક્ત કરી સુખદ સમાધાન કરાવ્યું હતું. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં શેખપીપરિયા ગામ માં છેલ્લા ઘણા સમયથી એક મહિલા જેને સંતાનમાં બે દિકરી ને એક દીકરો છે તેઓના પતિ એ શંકાશીલ સ્વભાવના હોવાથી અવારનવાર શંકા કરી મહિલા સાથે નાની નાની બાબતમાં ઝગડા કરી મહિલા સાથે મારકૂટ કરવામાં આવતી હતી. જેથી પતિના ત્રાસથી કંટાળી મહિલાએ પિયર માં ફોન કરી માતાને જણાવી કહયું કે હું કંટાળી ગઈ છું મારાથી ત્રાસ સહન નથી થતું, હું હવે સામનો નહિ કરી શકું માટે હું આપઘાત કરી લઉં છું.જેથી મહિલાના માતાએ 181 અભયમ્ માં ફોન કરી મદદ માંગતા તાત્કાલિક 181 નાં કાઉન્સેલર પરમાર હીના ત્થા હેડ કોન્સ્ટેબલ કૃપાબેન ઘટના સ્થળે પહોંચી મહિલા સાથે વાતચીત કરી શાંત્વના આપી સમ્રગ ધટના વિશે માહિતી મેળવી મહિલાના પતિ ની સાથે યોગ્ય પરામશ કરી કાયદાકીય સમજણ આપી ને સામાજિક બંધનો અને બાળકોના ભવિષ્ય ના ઘડતર અંગે અવગત કરી ફરી વખત ઝગડા ના થાય તેવી બાહેંધરી લીધી હતી ને લાંબા ગાળા ના પરામર્સ માટે મજબ સેન્ટર તેમજ નારી અદાલત અંગે માર્ગદર્શન આપી માહિતીગાર કરાવ્યા હતા.આમ,પીડિત મહિલાને આપઘાત ના વિચારોથી મુક્ત કરી પતિ-પત્ની બંને નું રાજીખુશીથી સુખદ સમાધાન કરાવ્યું હતું.