‘શક્તિ ફિલ્મની ૩૮ વર્ષ બાદ રીમેક બનશે

દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન સ્ટારર ‘શક્તિની ૩૮ વર્ષ બાદ રીમેક બનશે. રમેશ સિપ્પીની એક્શન-ક્રાઇમ ડ્રામાની રીમેક માટે આ પહેલાં પણ પ્લાિંનગ કરવામાં આવ્યું હતું. જેમાં અમિતાભ ફાધર તરીકે જ્યારે અભિષેક બચ્ચન તેમના દીકરાના રોલમાં જોવા મળવાનો હતો. જોકે, એ પ્લાનનો અમલ ના થયો. હવે શ્રી નારાયણ સિંધ આ ઇકોનિક ફિલ્મની રીમેક પર કામ કરી રહૃાા છે.
આ બાબતને કન્ફર્મ કરતાં આ ફિલ્મમેકરે કહૃાું હતું કે, ‘હું છેલ્લાં બે વર્ષથી આ ફિલ્મ પર કામ કરી રહૃાો છું. અંજુમ રજબલી અને સૌમ્ય જોશી એની સ્ક્રિપ્ટ લખી રહૃાા છે. આ ખૂબ જ મોટી જવાબદારી છે. આ જ કારણે અમે સ્ક્રિપ્ટને ફાઇનલ કરવા માટે સમય લઈ રહૃાા છે. શ્રી નારાયણ અક્ષય કુમાર સ્ટારર ‘ટોઇલેટ: એક પ્રેમ કથા અને શાહિદ કપૂર-શ્રદ્ધા કપૂરની ‘બત્તી ગુલ મીટર ચાલુ માટે જાણીતા છે.