શનિવારે અમરેલીમાં કોરોના ના વધુ 33 કેસ

શનિવારે સવારે અમરેલી જિલ્લામાં કોરોના ના 15 પોઝેટીવ કેસ નોંધાયા છે જેમાં પાંચ કેસ અમરેલી શહેરના છે અમરેલીમાં જો લોકો ધ્યાન ન રાખે તો કેસની સંખ્યા ભયજનક હદે વધી શકે તેમ છે અમરેલી શહેરમાં આજે ચિતલ રોડ તથા યોગીનગર મધુવન પાર્ક સોસાયટી ત્રિપદા સોસાયટી અને સરદાર નગર શેરી નંબર 5 માં કેસ આવ્યા છે આ ઉપરાંત બાબરાના અમરાપરા અમરેલીના મોટા આંકડિયા માં બે કેસ તથા બગસરામાં બે કેસ સાવરકુંડલાના આંબરડીમાં એક કેસ રાજુલામાં બે કેસ બગસરા ના નવા વાઘણીયા માં એક કેસ મળી કુલ ૧૫ કેસ નોંધાયા છે

  • અમરેલીમાં કોરોના ના સાંજે વધુ 18 કેસ
    સવારે કોરોના ના 15 પોઝેટીવ કેસ આવ્યા બાદ સાંજે વધુ ૧૮ કેસ આવતા દિવસના કુલ કેસની સંખ્યા ૩૩ થઈ છે
    સાંજે આવેલા 18 કેસમાં બગસરામાં 4 કેસ ધારી તાલુકામાં ભટ્ટશેરી હરીપરા પ્રેમપરા અને પાણીયાદેવ માં ચાર કેસ આવ્યા છે તથા લાઠીના મેથળી અને માલવિયા પીપરીયા લીલીયાના ગોઢાવદર કુંડલાના નેસડી અને ચલાલામાં એક કેસ આવ્યો છે જ્યારે રાજુલામાં ત્રણ કેસ નોંધાયા છે અને અમરેલી સીટી માં વધુ એક કેસ આવ્યો છે આમ શનિવારે કોરોના ના કુલ કેસની સંખ્યા ૩૩ થઈ છે