શનિ કુંભમાં ઉત્તર આપતા જોવા મળે છે

તા.૯.૧૨.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૯ માગશર વદ એકમ, મૃગશીર્ષ  નક્ષત્ર, શુભ યોગ,તૈતિલ   કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  મિથુન (ક,છ,ઘ)  રહેશે .

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)           : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) :  આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

ધીરે ધીરે ગ્રહો વૃશ્ચિકમાં થી ધન રાશિમાં પ્રયાણ કરી રહ્યા છે અને બુધ અને શુક્ર મહારાજ ધનમાં  પહોંચી ચુક્યા છે જયારે ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ધન રાશિ તરફ જવા આગળ વધી રહ્યા છે. સૂર્ય જયારે ધન રાશિમાં અને મૂળ નક્ષત્રમાં આવે છે ત્યારે સૂર્ય રાજા હોવાના કારણે રાજા કારભરમાં પોતાની પુરી ગ્રીપ લેતા જોવા મળે છે. અગાઉ લખ્યા મુજબ સૂર્ય સંક્રાંતિ શુક્રવારે થાય છે અને આ માસમાં અમાસ પણ શુક્રવારે આવે છે જે ખપ્પર યોગનું નિર્માણ કરે છે અને રૈવાજિક થી કૈક અલગ રીતે  જ પરિણામ આપતા જોવા મળે છે જે હું અગાઉ પણ લખી ચુક્યો છું. આગામી રવિવાર ને ૧૧ ડિસેમ્બરે સંકષ્ટ ચતુર્થી આવી રહી છે જે ગણેશ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ છે ખાસ કરીને હાલના ગોચર ગ્રહોમાં ક્રૂર ગ્રહોની શાંતિ માટે સંકષ્ટ ચતુર્થી પર વ્રતપૂર્વક ગણેશ મંત્ર અને અથર્વશીર્ષનાં પાઠ કરવાથી લાભ મેળવી શકાય છે ડિસેમ્બરમાં જે ઉથલપાથલ જોવા મળે છે તે ધીમી ચાલે ચાલતા શનિ મહારાજના કુંભ રાશિમાં પ્રવેશ પહેલાની છે. અગાઉ લખ્યું હતું તે મુજબ શનિ મહારાજ પોતાની રાશિ મકરમાં પ્રશ્નો ખડા કરે છે જયારે કુંભમાં આવી તેના ઉત્તર આપતા જોવા મળે છે.