તા. ૧૦.૮.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ શ્રાવણ સુદ તેરસ, પૂર્વાષાઢા નક્ષત્ર, પ્રીતિ યોગ, ગર કરણ આજે બપોરે ૨.૫૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર (ખ,જ).
મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ રાજનીતિમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા છે અને બિહારની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. ખેલ જગતમાં ભારતનું પ્રદર્શન અત્રે લખ્યા મુજબ અતિ પ્રશંશનીય રહ્યું છે અને આગામી દિવસોમાં પણ ખેલ જગતમાં ભારતનું યોગદાન વિશિષ્ઠ જોવા મળશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો સેનાપતિ મંગળ મહારાજ આજે રાહુ થી છુટ્ટા પડી વૃષભ માં જઈ રહ્યા છે જે એક રીતે રાહતની વાત છે. શનિ મહારાજ વક્રી ચાલે વક્રી ગુરુને જુએ છે વળી સૂર્ય અને શુક્રને પણ જુએ છે અને કેતુને પણ જુએ છે જેથી મંદીના નગારા સાંભળવા મળી રહ્યા છે આગામી જાન્યુઆરી સુધી આર્થિક મોરચે સંકડામણ રહેવા સંભવ છે અને આ દરિમિયાન વિશ્વમાં મંદી અને રોજગારી મુખ્ય પ્રશ્ન રહેશે જે હું અગાઉ પણ અત્રે લખી ચુક્યો છું વળી આગામી દિવસોમાં આતંકી ઘટનાઓ સામે પણ કાળજી રાખવી પડશે. કેતુ મહારાજ તુલા રાશિમાં જાહેરજીવનમાં થોડા અંતરાયો લાવનાર બને છે મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે જયારે કેતુ મહારાજ તુલા રાશિમાં હોય ત્યારે વ્યક્તિને જાહેરજીવનમાં આગળ વધવામાં અંતરાય આવતા હોય છે પરંતુ તુલા રાશિમાં શનિ હોય તો તેમનું જાહેરજીવન અને સંપર્કો ખુબ જીવંત બનતા હોય છે અને આવી વ્યક્તિ રાજનીતિમાં પણ સફળ થતા હોય છે અને આ યોગ મેં અનેક રાજનેતાની કુંડળી માં જોયો છે.