તા. ૧૦.૬.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ જેઠ સુદ દશમ, ચિત્રા નક્ષત્ર, વરિયાન યોગ, વણિજ કરણ આજે સાંજે ૪.૦૬ સુધી જન્મેલાંની ચંદ્ર રાશિ કન્યા (પ ,ઠ ,ણ) ત્યારબાદ તુલા (ર,ત).
મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ શનિ મહારાજના વક્રી થવાની અસર અનેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે વળી મેડિકલ ક્ષેત્રે કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે તો કેટલાક દેશમાં મંકિપોક્સ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે શનિ મહારાજ વક્રી ચાલે ફરી મકર તરફ પ્રયાણ કરી રહ્યા છે જે પહેલાની જેમ સ્વાસ્થ્ય અંગે ચિંતા કરાવનાર છે. આગામી લહેર બાબતે સૌએ સાવચેતીના પગલાં અવશ્ય લેવા જોઈએ. અત્રે લખ્યા મુજબ શનિ મહારાજ વક્રી થતા વધુ તેજ રીતે પરિણામ આપતા જોવા મળે છે વળી તે મકર તરફ ગતિ કરી રહ્યા હોય અને મકર એ કર્મની રાશિ છે માટે શનિ મહારાજ લોકોના કામકાજ અને કર્મ બાબતે વધુ ફોકસ કરી રહ્યા છે અને એ અંગે કાનૂની કાર્યવાહી પણ કરાવી રહ્યા છે. જાહેરજીવનની રાશિ તુલા માં કેતુ મહારાજ લોકોને હવે સમૂહમાં એકઠા થતા રોકે છે અને પોતપોતાના કાર્યમાં વ્યસ્ત રાખતા જોવા મળે છે. ૧૫ જૂનના ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અત્યારે વૃષભમાં તેઓ જે પૈસા કે વસ્તુનો સંગ્રહ છે એને બહાર લાવે છે તથા તેનો હિસાબ પૂછવામાં આવે છે જયારે મિથુનમાં આવશે પછી વ્યાપારને ઉત્તેજન આપશે અને કમ્યુનિકેશનમાં નવી ટેક્નોલોજી કે નવી ડીલ થતી જોવા મળશે વળી સોસીઅલ મીડિયામાં પણ નવી બાબતો આવતી જોવા મળશે. સૂર્યના મિથુનમાં આવવાથી પાડોશી દેશ સાથેના સબંધો અંગે પણ નવા ખુલાસા થશે.