તા. ૧૭.૬.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ ત્રીજ, ઉત્તરાષાઢા નક્ષત્ર, ઐંદ્ર યોગ, બવ કરણ આજે જન્મેલાંની ચંદ્ર રાશિ મકર (ખ,જ) .
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ સેનાની અગ્નિપથ ભરતી સ્કીમ પર ઘણો વિરોધ થવા પામ્યો છે જો કે આ પદ્ધતિ અન્ય દેશમાં થઇ રહેલા પ્રયોગો સાથે પણ સરખાવવામાં આવી રહી છે તો બીજી તરફ બહુ અગાઉ અત્રે લખ્યા મુજબ ઉર્જાના ક્ષેત્રોમાં તંગી જોવા મળે તે મુજબ હાલ કોલસા અને પેટ્રોલિયમમાં તંગીની હાલત ઉભી થઇ છે અને હજુ આપણે પ્રકૃતિના અન્ય સોર્સમાં થી વ્યવહારુ રીતે વધુ ઉર્જા લઇ શક્યા નથી જે આગામી સમયની માંગ છે. શનિ મહારાજના વક્રી થવાની અસર ઘણા ક્ષેત્રોમાં જોવા મળી છે અને શેર બજારથી લઈને ઉર્જા અને નવા નિર્માણ પ્રભાવિત થયા છે. આ સમયમાં નિર્માણાધીન ઇમારત, પૂલ કે મોટું બાંધકામ ધરાશાયી થતા જોવા મળે. આગામી દિવસોમાં પણ શનિના ક્ષેત્રોમાં થોડી તકલીફ જોવા મળશે. શનિ મહારાજ ન્યાયના દેવ છે માટે આ સમયમાં તે અનેક સીમાચિહ્નનરૂપ ચુકાદાઓ પણ આપશે. શનિ મહારાજ જયારે વક્રી બને છે ત્યારે તેઓ ઉઠકબેઠક કરાવી નવા પાઠ ભણાવે છે. આ સમયમાં રોજગારીની સમસ્યા પણ વધુ જોવા મળશે. મોંઘવારી અને રોજગારી એ વિકટ પ્રશ્નો સરકાર સામે ખડા થતા જોવા મળશે વળી શનિ રાજનીતિને પ્રભાવિત કરે છે માટે આ સમયમાં રાજનીતિમાં નવા સમીકરણો જોડાતા જોવા મળશે અને અગાઉ કદી ના જોયા હોય તેવા નવા અધ્યાય ઉમેરાતા જોવા મળશે.