શનિ સૂર્ય પ્રતિયુતિ વૈચારિક મતભેદ પણ દર્શાવી રહી છે

તા. ૨૦.૭.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ આષાઢ વદ  સાતમ, રેવતી   નક્ષત્ર, સુકર્મા   યોગ, બાલવ    કરણ આજે બપોરે ૧૨.૫૧ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ).

મેષ (અ,લ,ઈ) : ખર્ચ પર અંકુશ રાખવો,વિચારી ને યોગ્ય નિર્ણય કરવા.
વૃષભ (બ,વ,ઉ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,દિવસ લાભદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાતવર્ગને યોગ્ય કામગીરી મળે અને સરાહના થાય.
કર્ક (ડ,હ)            : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આગળ વધવાની તક મળે.
સિંહ (મ,ટ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
કન્યા (પ,ઠ,ણ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,પ્રગતિકારક દિવસ.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મકર (ખ,જ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,ભાઈ ભાંડુ સુખ સારું રહે.
કુંભ (ગ,સ,શ ) : આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ વૈશ્વિક મંદીના ભણકારા વાગી રહ્યા છે અને મુદ્રાસ્થિતિ ડામાડોળ થઇ રહી છે ઘણા દેશોમાં મોંઘવારી અને ફુગાવાએ માજા મૂકી છે ભારતની કુંડળીમાં શનિ પરથી બુધના ભ્રમણને કારણે મુદ્રાસ્થિતિમાં તકલીફ જોવા મળી રહી છે વળી વિશ્વમાં પણ હળવી મંદી જણાઈ રહી હોય સૌ તેની અસર સામે ઝઝૂમી રહ્યા છે.  આજરોજ બુધવાર  કાલાષ્ટમી  છે સૂર્ય મહારાજ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે જે વાતાવરણમાં ફેરફાર લાવનાર બને છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો આજે બપોરે ચંદ્ર મહારાજ મેષમાં મંગળ અને રાહુના અંગારકયોગમાં પ્રવેશ કરશે. ચંદ્ર શીતળ છે એ જયારે અંગારકયોગમાં પ્રવેશ કરે છે ત્યારે જાણે બરફ પીગળતો હોય તેવી ઘટના બને છે આ સમયમાં મોટી ગ્લેશિયર પીગળવાની કે તૂટવાની ઘટના સામે આવે વળી ચંદ્ર અને રાહુ જયારે મળે છે ત્યારે અમર્યાદિત વિચારો અને તર્કનું સર્જન કરે છે.  આ  સમયમાં લાંબા તર્ક અને અસીમ વિચારોની દિશા ખુલતી જોવા મળે વળી કલ્પનાશીલતાને નવી પાંખ ફૂટતી જોવા મળે. શનિ મહારાજ સાતમી દ્રષ્ટિથી સૂર્ય અને બુધને જોઈ રહ્યા છે જે પણ વ્યાપાર વાણિજ્ય અને આયાત નિકાસમાં ટૂંકા સમય માટે તકલીફ બતાવે છે વળી શનિ સૂર્ય પ્રતિયુતિ વૈચારિક મતભેદ પણ દર્શાવી રહી છે આજ શનિ બપોર સુધી ચંદ્રને ત્રીજી દ્રષ્ટિએથી જુએ છે માટે વૈચારિક મતભેદની અસર મન અને લાગણી પર પડતી જોવા મળે.