શમીની આઈપીએલમાં ઘાતક બૉલિંગનું રહસ્ય, શેર કરી કિંપગ થેરાપીની તસવીર

કિંગ્સ ઇલેવન પંજાબનો ઝડપી બોલર મોહમ્મદ શમી ફિટનેસને લઇને ઘણો જ સજાગ છે. તે સોશિયલ મીડિયા પર અવાર-નવાર વર્કઆઉટના વિડીયો શેર કરતો રહે છે. તાજેતરમાં જ તેણે કિંપગ થેરાપી સેશનની તસવીર પોતાના ઑફિશિયલ એકાઉન્ટ પર શેર કરી છે. આ થેરાપી શમીએ દૃુબઈમાં લીધી. આ તસવીરને શેર કરતા શમીએ લખ્યું કે, ‘કિંપગ બાદ ઘણું રિલેક્સ અનુભવી રહૃાો છું. કિંપગ થેરાપી છેલ્લા ઘણા સમયથી સેલિબ્રિટીઝની વચ્ચે ફેમસ છે. માઇકલ ફિલિપ્સ, નેમાર, એન્થોની જોશુઆ, કિમ કર્દૃાશિયાં જેવા અનેક સેલિબ્રિટીઝ આ થેરાપી લઇ ચુક્યા છે.
આ થેરાપીનો ઉપયોગ સામાન્ય રીતે પીડાના ઇલાજ તરીકે કરવામાં આવે છે. કિંપગ થેરાપી એક ચાઇનીઝ થેરાપી છે. આમાં કપમાં વેક્યૂમ બનાવીને શરીરના કેટલાક ભાગમાં થોડાક સમય માટે લગાવવામાં આવે છે. સક્શનની સાથે બ્લડ સર્કુલેશન દ્વારા આ થેરાપીથી અનેક પ્રકારની સારવાર કરવામાં આવે છે. માનવામાં આવે છે કે કિંપગ થેરાપીની શરૂઆત લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા ચીનમાં થઈ હતી. આ એક પારંપારિક અને પ્રાચીન ચિકિત્સીય પદ્ધતિ છે. કિંપગને અરબી સંસ્કૃતિમાં હિજામાના નામથી ઓખવામાં આવે છે.
કિંપગ થેરાપીના કપ ગ્લાસ, વાંસ, માટી અને સિલિકોનમાંથી બને છે. કિંપગ થેરેપી ત્રણ પ્રકારની હોય છે, ડ્રાય, વેટ અને ફાયર. કિંપગ થેરાપી દ્વારા એન્ટી એંજીગ, બ્લડ સર્કુલેશન ઠીક થવું, દૃુ:ખાવામાં આરામ, તણાવથી મુક્તિ, શરીરનું ડિટોક્સીફિકેશન, સ્કિન બ્યૂટીફિકેશન જેવા ફાયદા મળે છે. કમર દર્દ, સ્લિપ ડિસ્ક, સર્વાઇકલ ડિસ્ક, પગના સોજા અને ખાલી ચડવા જેવી સમસ્યાઓમાં આ થેરાપી ફાયદાકારક છે. આ થેરાપીથી બૉડી રિલેક્સ થાય છે.