શમીની પત્ની હસીન જહાંએ સુંદર લગાવેલો ફોટો શેર કરતાં અનેક તર્ક-વિતર્ક

ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલે છે. શમીની પત્નીએ તેના અને તેના પરિવાર પર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા હતા, જોકે હજી સુધી કોઈ આક્ષેપો સાચા સાબિત થયા નથી. જ્યાં હસીન સમયે સમયે સમાચારોમાં આવતી રહે છે અને આ વખતે પણ તેણે આવું જ કંઈક કર્યું છે.

હસીન જહાંએ ફરી એક વખત એવું કંઈક કર્યું છે જેનાથી બધાને આશ્ર્ચર્ય થયું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેણે બ્લુ કલરની સાડી પહેરી છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ તસવીરમાં હસીન સિંદૂર લગાવાલી જોવા મળી રહી છે. હસીન જહાંએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ધૈર્યની આંગળી પકડીને અમે એટલા ચાલ્યા કે રસ્તા હેરાન રહી ગયા.

હકિકતમાં લોકો આ ફોટા પર કમેન્ટ કરી રહૃાા છે અને જાણવા માગે છે કે આ સિંદૂર કોના નામનું છે?

હસીન મોહમ્મદ શમી સાથેના વિવાદને કારણે લાંબા સમયથી તેની પુત્રી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે વિવાદ ઘણા સમયથી ચાલી રહૃાો છે. તમને જણાવી દઈએ કે બંને વચ્ચે હજુ છૂટાછેડા થયા નથી.