શરમજનક હાર બાદ અમિતાભ બચ્ચને કહૃાું : ચિંતા કરવાની કોઈ જરૂર નથી ટીમ ઈન્ડિયા

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની પ્રથમ ડે નાઇટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઇતિહાસમાં સૌથી ખરાબ હાર થઇ હતી. બીજી ઇિંનગમાં માત્ર ૩૬ રન પર ઓલઆઉટ થયા બાદ કોહલીની આગેવાની વાળી ટીમની ચારેય બાજુથી લોકો નિંદા કરી રહૃાાં છે. ત્યારે આ બધાની વચ્ચે કેટલાક દિગ્ગજ ક્રિકેટરો ભારતીય બેટ્સમેનો અને ટીમ ઇન્ડિયાના સમર્થનમાં ઉતર્યા છે. હવે મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ શરમજનક હાર પ્રતિક્રિયા આપી છે.

અમિતાભ બચ્ચે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે,  અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી ટીમ ઈન્ડિયા.. આ માત્ર એક ખરાબ દિવસ હતો. આપણે કમબેક કરીશું. આપણા બધાના જીવનમાં ખરાબ દિવસો આવે છે. સેટબેકનો જવાબ કમબેકથી આપીશું.” બીગ બીનું ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહૃાું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ૮ વિકેટથી કારમો પરાજય થયો હતો. મેચ જીતવા ૯૦ રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ ૨ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જો બર્ન્સ ૫૧ રન બનાવી નોટ આઉટ રહૃાો હતો. ભારત તરફથી અશ્ર્વિને ૧ વિકેટ ઝડપી હતી. જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં ૧-૦ની લીડ લઈ લીધી છે.