શહેનશાહ અમિતાભ બચ્ચને ખરીદી એસ ક્લાસ મર્સિડીઝ બેંજ કાર ખરીદી

કોરોનાને માત આપી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના કામ પર પરત ફર્યા છે અને કેબીસી નું શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે. આ વચ્ચે બચ્ચન પરિવારમાં એક નવી કારની એન્ટ્રી પણ થઈ ગઈ છે. જાણકારી પ્રમાણે, બિગ બીએ એસ ક્લાસ મર્સિડીઝ બેંજ ખરીદી છે. આ કાર આજે જ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કારની િંકમત વિશે વાત કરીએ તો તે કરોડોમાં છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ કારની કિંમત ૧ કરોડ ૩૮ લાખ રૂપિયા છે. આ કારનું રજિસ્ટ્રેશન અમિતાભ બચ્ચનના નામે છે. બચ્ચન પરિવાર પાસે ઘણી કાર છે. રોલ્સ રોયસ જેવી કારના માલિક અમિતાભ બચ્ચનના કલેક્શનમાં વધુ એક કાર ઉમેરવામાં આવી છે. આ કારનો નંબર MH02FJ ૪૦૪૧ છે. તેનું કુલ યોગ ૧૧ છે, જેને અમિતાભ બચ્ચન લકી નંબર માને છે. તેમનો જન્મદિવસ ૧૧ ઓક્ટોબર છે.