શહેરના સોલા સિવિલમાં છેલ્લા ૧૫ દિવસમાં ૩૦૦થી વધુ લોકોને વેક્સીન અપાઈ

અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે છેલ્લા ૧૫ દિવસમાં ૩૦૦થી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જેમાં એક મોટો ખુલાસો થયો છે કે સોલા સિવિલમાં કોરોનાની વેક્સીનની અત્યાર સુધીમાં કોઈને પણ આડઅસર થઈ નથી. લોકોના મનમાંથી ડર ભાગી રહૃાા છે. વેક્સિનની ટ્રાયલમાં ભાગ લેવા માટે વોલન્ટિયર હવે રસ દાખવી રહૃાા છે. હોસ્પિટલમાં મેડિસિન વિભાગને આ માટે રોજના ૫૦થી વધુ ફોન કોલ્સ મળે છે. અમદાવાદ સોલા સિવિલમાં વેક્સીન એથીક્સ કમિટીના સભ્ય ડૉ.રામીનું નિવેદન સામે આવ્યું છે, અત્યાર સુધી કોરોના વાયરસની વેક્સીનની કોઈને પણ આડઅસરનો કોઈ કેસ જોવા મળ્યો નથી. વોલિન્ટિયરને રૂ.૭૦૦ની પ્રોત્સાહન રાશિ અપાય છે.
અમદાવાદ સોલા સિવિલમાં ડો કિરણ રામી-એમડી સોલા સિવિલ-વેકસીન એથીકસ કમિટી સભ્યએ આ વિશે જણાવ્યું છે કે, કોરોના વેકસીનના ટ્રાયલના ૧૫ દિવસ પૂર્ણ થઈ ગયા છે. અત્યાર સુધી કુલ ૩૦૦થી વધુ લોકોને વેકસીનનો ડોઝ અપાયો છે, પરંતુ અમારો ૧ હજાર લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ છે. આજે પણ લોકો હેલ્પલાઇન નંબર પર વેક્સીન અંગે માહિતી મેળવી રહૃાા છે. જે પણ વોલન્ટિયરને વેક્સીનનો ડોઝ મળી રહૃાો છે, તેમને ભારત બાયોટેકની આત્મનિર્ભર વેકસીન અપાઈ રહી છે.
અત્યાર સુધી કોઈ લોકોને કોઈ જ આડસસર થઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે, સોલા સિવિલમાં જેને પણ વેકસીન અપાય છે તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. ડો કિરણ રામીએ જણાવ્યું હતું કે, અમે સહમતી દર્શાવતું ફોર્મ પણ ભરાવી રહૃાા છીએ. એક દિવસ સરેરાશ ૩૦ લોકો વેકસીન માટે આવી રહૃાા છે. પરંતુ અમે વધારે લોકો વેકસીન લેવા આવે તેને લઈને રવિવારે પણ કામકાજ શરૂ કર્યું છે. આ અંગે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે.