શહેરની સેન્ટ્રલ જેલમાંથી કેદી પાસેથી મળી આવ્યો મોબાઈલ ફોન ચાર્જર- નોંધાઈ ફરીયાદ

અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરીથી ચર્ચામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલ માંથી ફરી એક વખત મોબાઈલ મળી આવતા ચકચાર મચી છે. નોંધનીય છે કે ચાર નંબરના યાર્ડમાં આવેલી ચાર નંબરની બેરેકના મંદિરમાં મોબાઈલ સંતાડવામાં આવ્યો હતો..મોબાઈલ ઉપરાંત સીમકાર્ડ, ચાર્જર અને બેટરી સહિતની વસ્તુઓ મલી..ગણેશ ઉર્ફે બંટી તોમર નામના કેદી સામે રાણીપમાં ફરિયાદ નોંધાઈ છે.