શહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ

બનાવટી સહીઓ કરી નાણા હજમ કરવાના ભષ્ટ્રાચારની ફોઝદારી ફરિયાદ કરવાને બદલે કમિટિ બનાવીને રૂા. 60 લાખ ચુકવવા પ્રયાસોથી શ્રી પી.પી. સોજીત્રા લાલઘુમ

ભષ્ટ્રાચારમાં સામેલ પાલિકાના હોદેદારો અને અધિકારીઓ સહિત તમામ સામે હાઇકોર્ટ સુધી જઇ અને શહેરીજનોના ટેકસના નાણા પરત અપાવવાશ્રી પીપી સોજીત્રાની તૈયારી

 

અમરેલી, ગત વર્ષમાં હરિઓમ કન્સ્ટ્રકશન દ્વારા અમરેલી નગરપાલીકામાં ડોર ટુ ડોર ઘન કચરા, વોર્ડ નં. 1,2,3,4,5 તથા 11 ુકલ 6 વોર્ડની સફાઇ તેમજ શહેરનાં 11 વોર્ડમાં સ્પોર્ટ કચરો ઉપાડવાની કામગીરી કરવા બાબતે કોન્ટ્રાકટ મેળવેલ જે બાબતે શહેરમાં ઓકટોબર, નવેમ્બર, ડીસેમ્બર 2019 તથા જાન્યુઆરી, ફેબ્રુઆરી 2020 આ પાંચ માસમાં સંપુર્ણ પણે શહેરમાં સફાઇ, ઘનકચરો કે સ્પોર્ટ કચરાની કામગીરી કરેલ નથી જે બાબતે શહેરનાં અનેક રહેવાસીઓએ ફરિયાદ કરેલ છે. માનનીય કલેકટરશ્રીની અધ્યક્ષતામાં મળેલ મોનીટરીંગ કમિટિની તા.21-8-19 મિટિંગમાં પણ આ અંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા દ્વારા શહેરની સફાઇ બાબતે ઉગ્ર રજુઆત કરેલ તેમજ આ બેઠકમાં ચીફ ઓફીસર હાજર હોય કલેકટરશ્રીએ મીનીટસ બુકમાં નોંધ કરી ફરિયાદનો નિકાલ કરવા સુચના આપેલ આમ છતા કોઇ સુધારો ન થતા અમરેલી નગરપાલીકા દ્વારા હરિઓમ કન્સ્ટ્રકશનને પ્રથમ કારણદર્શક નોટીસ તા.15-1-20 ના રોજ કામ સુધારવા બાબતે આપેલ ત્યાર બાદ કોઇ સુધારો ન થતા બીજી નોટીસ તા.21-1-20 ના રોજ આપેલ તેમજ ત્રીજી અને છેલ્લી નોટીસ તા.11-2-20 ના રોજ આપેલ આમ છતા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી તા.7-2-20 ના રોજ અમરેલી નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત 44 સભ્યો પૈકી 37 સભ્યોએ હરિઓમ કન્સ્ટ્રકશનના પ્રો. પ્રકાશ હરિભાઇ પરમારને બ્લેકલીસ્ટ કરી ડીપોઝીટ જપ્ત કરી અને છુટા કરવાની રજુઆતની નકલ પ્રાદેશિક કમિશ્નર, કમિશ્નરશ્રીને અને મુખ્યમંત્રી સુધી કરેલ. તા.8-2-20 ના રોજ શહેર વિકાસ સમિતિનાં ચેરમેન તરીકે મે પણ આપને આ એજન્સી વિરૂધ્ધ પગલા લેવા માટે રજુઆત કરેલ ત્યાર બાદ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા દ્વારા તા.13-2-20 ના રોજ આપને સંબોધીને પણ લખેલ તેઓમાં પણ તેણે જણાવેલ કે આ એજન્સી દ્વારા અમરેલી નગરપાલીકાનાં ચીફ ઓફીસરની બોગસ સહી કરી બોગસ પ્રમાણપત્ર બનાવેલ છે જેથી તેઓની સામે ફોજદારી ફરિયાદ કરવાનું જણાવેલ છે.
આ પત્રની નકલ સાંસદે પણ પ્રાદેશિક કમિશ્નર, ગાંધીનગર અગ્રસચિવ ગાંધીનગર તેમજ માન. મુખ્યમંત્રીને મોકલેલ છે. તા.14-2-20 ના રોજ કારોબારી સમિતિની મિટિંગનાં ઠરાવ નં. 26 થી પત્ર નં.1 થી 15 વંચાણે લઇને હરિઓમ કન્સ્ટ્રકશનને બ્લેકલીસ્ટ કરી ડીપોઝીટ જપ્ત કરવા તેમજ વર્ક ઓર્ડર રદ કરવા ઉપરાંત હરિઓમ કન્સ્ટ્રકશન દ્વારા અમરેલી નગરપાલીકામાં સાયકલ સપ્લાયનું બોગસ ફર્ઝી સર્ટીફીકેટ બનાવેલ છે. જે બાબતે ફોજદારી ફરિયાદ ચીફ ઓફીસરે કરવાનો પણ આ ઠરાવમાં ઉલ્લેખ કરેલ છે તેમજ આ ઠરાવની નકલ પણ આપને બજાવી પ્રાદેશિક કમિશ્નર તેમજ કમિશ્નરશ્રીને મોકલેલ છે. ત્યાર બાદ આપના દ્વારા પત્ર લખી સંસ્થાનાં એડવોકેટશ્રી નીશીત પટેલ તેમજ જિલ્લા સરકારી વકીલશ્રી જે.બી. રાજ્યગુરૂ પાસેથી ફર્ઝી ડોક્યુમેન્ટ અંગે ફરિયાદ કરવા માર્ગદર્શન માંગેલ હતુ. તેના જવાબમાં બંને વકીલ તરફથી આપને આઇપીસી કલમ 406,420,465,467,468,471,403 મુજબ ગુનો બનતો હોય તેમ જણાવેલ છે. તા. 6-3-20 ના રોજ નગરપાલીકાના પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને પત્ર લખી હરિઓમ કન્સ્ટ્રકશનના પ્રો. પ્રકાશ હરિભાઇ પરમારે બોગસ ફર્ઝી ડોક્યુમેન્ટ બનાવેલ છે. જેમાં સંસ્થાનાં વકીલ અને જિલ્લા સરકારી વકીલનો અભિપ્રાય મુજબ આઇપીસી ની કલમ 403,465,467,468,471,406,420 મુજબ દિન 3 માં ફોજદારી ફરિયાદ કરવાનું જણાવેલ છે. અને જો ફરિયાદ નહી કરવામાં આવે તો ચીફ ઓફીસરશ્રીનું તેમજ કોન્ટ્રાકટરનું મીલાપીપણુ છે. તેમ માની બંને ઉપર મારે ફોજદારી ફરિયાદ કરવાની ફરજ પડશે. આવુ પ્રમુખ દ્વારા લેખીત તા.6-3-20 પત્ર ક્રમાંક 335/19-20 થી જણાવીને નકલ રવાના કલેકટરશ્રી, પ્રાદેશિક કમિશ્નરશ્રી મ્યુનિસિપલ એડમીનીસ્ટ્રેશન, ગાંધીનગર માન. મુખ્યમંત્રી ઉપરાંત ચીફ જસ્ટીસ ગુજરાત હાઇકોર્ટને પણ જાણ કરેલ છે. ઉપરોક્ત તમામ ગંભીર બાબતો હોય આમ છતા તા. 2-7-20 જાવક નં. તપાસ કમિટિ 99-2020 થી કારોબારી ચેરમેન , પ્રમુખ તેમજ ચીફ ઓફીસર દ્વારા તપાસ કમિટિની નિમણુંક કરતો પરિપત્ર બહાર પાડેલ છે.
જેથી આ હરિઓમ કન્સ્ટ્રકશન ઉપર ફોજદારી ફરિયાદ કરવાને બદલે તેઓને આ કમિટિ દ્વારા સંપુર્ણ બીલ ચુકવીને રૂા. 60 લાખથી વધારે રકમનો ભ્રષ્ટાચાર કરવાની તૈયારી ચાલી રહી છે. જેથી પ્રજાનાં નાણાનો આવો ભ્રષ્ટાચાર કોઇ પણ સંજોગોમાં ચલાવી શકાય નહી ને આમા સામેલ તમામ કમિટિનાં સભ્યો, કારોબારી સમિતિનાં ચેરમેન અને તેની કમિટિનાં સભ્યો અને જે અધિકારી તેમજ આરોગ્ય સમિતિનાં ચેરમેન આ તમામની જવાબદારી આ કૌભાંડમાં સરખે ભાગે ગણવામાં આવશે અને આ અંગે સરકારમાં તેમજ જરૂર જણાય ત્યારે હાઇકોર્ટ સુધી લડત આપીને હું શહેરનાં લોકોના ટેક્સ નાં પૈસા આ જવાબદાર લોકો પાસેથી વસુલ કરાવવા લડત આપીશ. જેની ખાત્રી આપુ છુ.
મારી શહેર વિકાસ સમિતિનાં ચેરમેન તરીકે પસંદગી થઇ જેમાં શહેરમાં આજ સુધીનાં ઇતિહાસમાં કોઇ પણ બોર્ડમાં કામગીરી ન થઇ હોય એવી શ્રેષ્ઠ કામગીરી કરેલ છે. જેના આપ સૌ સાક્ષી છો. હવે બોર્ડની મુદત પુરી થવાનો ચાર માસ જેવો સમય બાકી હોય જેથી આવા ભ્રષ્ટાચાર શરૂ થયેલ છે જેથી હું શહેર વિકાસ સમિતિનાં પ્રમુખ તરીકે મારૂ રાજીનામું આપુ છુ. આજ સુધી આપના દ્વારા જે સહકાર મળ્યો તે બદલ હું આપનો આભાર માનું છુ. તેમ શ્રી પીપી સોજીત્રાએ જણાવ્યું છે.