ખોટો વિડીયો વાયરલ કરનાર સામે કાનુની કાર્યવાહી
અમરેલી, શાંતાબા ગજેરા હોસ્પિટલમાં તા.8 મીના વોર્ડ નં.8 માં મૃત્યુ પામેલા એક દર્દીનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો ખોટો અને લોકોને ગેરમાર્ગે દોરી ડરાવવા માટે હોવાનું બહાર આવતા શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા શહેર પોલીસમાં આધાર પુરાવાઓ સાથે આ વિડીયો વાયરલ કરનાર સામે લેખીત ફરિયાદ આપવામાં આવી છે.
વોર્ડ નં.8 માં નેગેટીવ આવેલા દર્દીનો લેબોરેટરીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હોવાનું જણાવી સૌને બીજે રિપોર્ટ કરાવવા સલાહ આપતો અને સિવીલને બદનામ કરી લોકોને ડરાવવાના ઇરાદે અસામાજીક તત્વોની ચડામણીથી
(અનુ. પાના નં.5)