અમરેલી,અમરેલી જિલ્લામાં કુલ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ શંકાસ્પદ દર્દીઓમાં પણ ઉછાળો આવ્યો છે આજે મંગળવારે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના વધ્ાુ 16 શંકાસ્પદ દર્દીઓ દાખલ કરાયા છે.કોઠાપીપરીયાના 22 વર્ષના યુવાન, ધારી નવી વસાહતની 2 વર્ષની બાળકી, ચલાલા તળાવ વિસ્તારના 3 વર્ષના બાળક, મોટી કુંકાવાવના રણુજા પ્લોટના 52 વર્ષના પ્રૌઢ તથા તા.22-5 ના અમદાવાદથી આવેલ હોમ કવોરન્ટાઇન 5 વર્ષના હીરાણાના બાળક તથા 35 વર્ષના તેના પિતા અને બગસરાના જુના જાંજરીયા ગામના 23મી એ મુંબઇથી આવેલ હોમ કવોરન્ટાઇન 45 વર્ષના મહિલા, બગસરાના રફાળા ગામના 46 વર્ષના મહિલા, લીલીયાના આંબા ગામના 8 વર્ષના બાળક તથા વિજપડીમાં ધારની પાસે રહેતા 32 વર્ષના મહિલા, કુંકાવાવના જંગર ગામના 17-5 ના સુરતથી આવેલ 43 વર્ષના આધ્ોડ, દામનગરના ધ્રુફણીયા ગામના તા.14 ના સુરતથી આવેલ 28 વર્ષના યુવાન, અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રહેતા 12 વર્ષના બાળકને, અને મુંબઇથી 23મી એ આવેલ ભુંખલી સાંથળી ગામના યુવાન પતિ પત્નિ અને તેની સાત વર્ષની પુત્રી મળી ત્રણને અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલના કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઇને ભાવનગર મોકલવામાં આવ્યા છે.