શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં એક દર્દી માટે પરિવારે ઢોકળા મોકલવાની છુટ માંગી

  • આ અમરેલી છે, અહીં કોરોનાના પણ ઢોકળા કરી નાખવામાં આવે છે
  • હોસ્પિટલના સતાવાળાઓ પણ બાંહેધરી ફોર્મમાં દર્દી માટે ઢોકળાની મંજુરી મંગાયેલી જોઇ ચોંકી ઉઠયા

અમરેલી, લોકોને ડરાવતા ઘાતક એવા કોરોનાની મહામારી વચ્ચે ક્યારેક ક્યારેક એવા કિસ્સા પણ સામે આવે છે કોરોનાની ગંભીરતા વચ્ચે લોકો મલકી ઉઠે આવો જ એક ક્સ્સિો અમરેલીમાં સામે આવ્યો છે.અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં એવી શરૂઆત કરાઇ છે કે દર્દીના પરિવાર દ્વારા દર્દી માટે કોઇ વસ્તુઓ તેના બેડ પાસે મોકલવાની હોય ત્યારે તે વસ્તુનું નામ અને કારણ જણાવી અને બાંહેધરી ફોર્મ ભરવાનું હોય છે કોરોનાનાં એક દર્દી દાખલ થયા હોય તેના પરિવાર દ્વારા તેને મોકલવાની વસ્તુ માટે બાંહેધરી ફોર્મ ભરાયુ હતુ અને તેમાં વસ્તુનું નામ વાંચી હોસ્પિટલના સતાવાળાઓ ચોંકી ઉઠયા હતા આ દર્દીના પરિવારે દર્દી માટે ઢોકળા મોકલવાની મંજુરી માંગી હતી આથી હોસ્પિટલે તેમના પરિવારજનને બોલાવી અને આ દર્દી સાજા થઇ જાય ત્યારે તેને ઘેર લઇ જઇ ઢોકળા ખવડાવજો તેવી સલાહ આપી હતી.