શાકભાજી વેચવા મજબુર સોટવેર એન્જિનિયરને સોનુ સૂદૃે નોકરી અપાવી

લૉકડાઉનમાં શ્રમિકોને તેમના ઘરે પહોંચાડ્યા બાદ હવે સોનુ સૂદ લોકોને નોકરી શોધવામાં મદદ કરી રહૃાો છે. હાલમાં જ એક ટ્વિટર યુઝરે સોનુને ટ્વીટ કરીને સોટવેર એન્જિનિયરની મદદ કરવાની અપીલ કરી હતી. સોનુ સૂદે તે યુઝરને સહેજ પણ નિરાશ ના કર્યો અને મદદ કરી હતી. ટ્વિટર યુઝરે શારદા નામની એક સોટવેર એન્જિનિયરનો વીડિયો શૅર કર્યો હતો. કોરોનાવાઈરસને કારણે દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન શારદાને તેની કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી હતી. જોકે, શારદાએ હાર્યા વગર પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું હતું.
યુઝરે સોનુ સૂદને શારદાને નોકરી અપાવવાની અપીલ કરી હતી અને કહૃાું હતું કે સર પ્લીઝ જોજો…શારદાને કઈ રીતે મદદ કરી શકાય. આશા છે કે તમે જવાબ આપશો. સોનુએ શારદાને નોકરી શોધવામાં મદદ કરી હતી. ટ્વીટના જવાબમાં સોનુએ કહૃાું હતું, મારી ઓફિશિયલ ટીમ શારદાને મળી છે. ઈન્ટરવ્યૂ થઈ ગયો છે. જોબ લેટર પણ મોકલી દેવામાં આવ્યો છે. જય હિંદ. સોનુ સૂદે પ્રવાસી રોજગાર એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી શ્રમિકોને નોકરી શોધવામાં મદદ મળશે.