અમરેલી,લાઠી તાલુકાના શાખપુર ગામે કુમાર શાળાની બાજુમાં આવેલી બાલ આંગણવાડી કેન્દ્રનું મકાન વર્ષો જૂનું અને ખંઢેરા હાલતમાં હોય જેમાં નાના બાળકો રામ ભરોસે બેસતા હોય તેનું મેન ગેટ અને દિવાલ તૂટી ગઈ છે સ્લેપ પણ તૂટી ગયો છે અને એક વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈપણ જવાબદાર અધિકારી ત્યાં સ્થળને રૂબરૂ મુલાકાત લીધી નથી ગમે ત્યારે આકસ્મિક બનાવ બને તે પહેલા સરકારી તંત્રની ઊંઘ ઊડે તેવું જરૂરી બન્યું છે આ અગાઉ પણ સરપંચ શ્રી એ લેખિતમાં રજૂઆત કરેલ છે છતાં કોઈ પ્રકારનો પ્રચ્યુતર કે જવાબ મળેલ નથી ફરી વખત તાજેતરમાં ચૂંટાયેલા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સમક્ષ લેખિતમાં પત્ર પાઠવી આ બાલ આંગણવાડી કેન્દ્રનું મકાન કંડમ જાહેર કરી અને નવું મકાન મંજૂર કરવા શાખપુરના સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે પત્ર પાઠવી રજૂઆત કરી છે.