અમરેલી,લાઠી તાલુકાના શાખપુર ગામે તા.4/11/19 ના ભગવાનજીભાઇ બલરને નારણ નાથાભાઇ સીતાપરા સાથે ઘણા સમયથી જમીન પ્રશ્ર્ને તકરાર ચાલતી હોય જે મનદુ:ખ રાખી પ્રીયંક નારણભાઇ, જગદીશ નારણભાઇ, નારણ નાથાભાઇ સીતાપરાએ પાઇપ અને લાકડી જેવા હથીયારો ધારણ કરી મારી નાખવાના ઇરાદે માથામાં પાઇપ મારી જીવલેણ હુમલો કરતા ભાવનગર સરકારી દવાખાને સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયું હતુ આ બનાવની ફરિયાદ ભરતભાઇ પરસોતમભાઇ બલોરે લાઠી પોલીસમાં નોંધાવતા પ્રથમ 307 અને સારવાર દરમિયાન મોત નિપજતા 302 મુજબ હત્યાનો ગુન્હો નોંધેલ ઉપરોકત કેસ અમરેલી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સકોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબેન આર.ત્રિવેદીની દલીલોને ગ્રાહય રાખી મેજીસ્ટ્રેટ શ્રી આર.ટી.વચ્છાણીએ આરોપી પ્રિયંક નારણભાઇ સીતાપરા, નારણ નાથાભાઇ સીતાપરાને 302, 114 માં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂા.50 હજારનો દંડ આરોપીઓેએ દંડની રકમ રૂા.1 લાખ જમા કરાવ્યાથી મરણ જનારના પત્નીેને વળતરપેટે ચુકવવા હુકમ કર્યો હતો.