શાનદાર જીત બાદ કેપ્ટન કે એલ રાહુલે બોલર શમીની બોલિંગના કર્યા વખાણ

કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલનું કહેવું છે કે, મુંબઈ ઈન્ડિયન્સની સામે રોમાંચક મુકાબલામાં ફક્ત પાંચ રનનો બચાવ કરવા દરમિયાન બોલર મોહમ્મદ શમી સુપર ઓવરમાં છ યોર્કર ફેંકવા ઈચ્છતો હતો. ૨૦ ઓવરો બાદ મેચ ટાઈ રહી હતી. પંજાબની ટીમ પહેલી સુપર ઓવરમાં ફક્ત પાંચ રન બનાવી શકી હતી. જો કે, શમીની શાનદાર બોલિંગને કારણે મુંબઈ પણ પાંચ જ રન બનાવી શકી હતી અને આમ પહેલી સુપર ઓવર ટાઈ રહી હતી. કિંગ્સ ઈલેવન પંજાબે બીજી સુપર ઓવરમાં જીત મેળવી હતી.
રાહુલે મેચ બાદ કહૃાું કે, તમે ક્યારેય પણ સુપર ઓવર માટે તૈયારી કરી શકતા નથી. કોઈ ટીમ આમ કરી શકતી નથી. એટલા માટે તમારે બોલર પર ભરોસો રાખવો પડે છે. તમે બોલર પર ભરોસો કરો છો અને આશા રાખો છો કે તે પોતાની પ્રવૃતિ અનુસાર બોલિંગ કરશે. રાહુલે કહૃાું કે, શમી છ યોર્કર ફેંકવા ઈચ્છતો હતો. તેણે શાનદાર કામ કર્યું અને પ્રત્યેક મેચની સાથે વધારે સારો થતો જઈ રહૃાો છે.
એ ખુબ જ જરૂરી છે કે, સીનિયર ખેલાડી મેચ ટીમને મેચ જીતાડે. આ ઉપરાંત રાહુલે કહૃાું કે, આ પહેલીવાર નથી થયું, પણ અમે સુપર ઓવરમાં જીતને આદન બનાવવા માગતા નથી. અને હંમેશા એવું નથી થતું જેવું તમે વિચારો છો અને એટલે તમને ખબર નથી રહેતી કે સંતુલિત કેવી રીતે રહેવાનું છે. આ ઉપરાંત રાહુલે કહૃાું કે, હું ક્રિસ ગેઈલ અને નિકોલસ પૂરનને જાણું છું. હું વિશ્વાસ કરુ ચું કે તે સ્પિનરોની સામે રન બનાવશે. ક્રિસના આવવાથી બેટ્સમેન તરીકે મારૂં કામ ઘણું સરળ થઈ ગયું છે.