શામળાજીમાં ૨ મૃત કીડીખાઉ સાથે એક શખ્સ ઝડપાયો

દૃુર્લભ પ્રાણી કીડીખાઉનો ગેરકાયદૃેસર વેપલો કરવાનું એક કૌભાંડ ઝડપાયું છે. ઉત્તરાખંડ તરફથી મૃત કીડીખાઉ લઈને રાજ્યમાં આવી રહેલી કારને બોર્ડર પર ચકાસતા એક શખ્સ ઝડપાયો છે, જ્યારે બે વ્યક્તિ નાસી જવામાં સફળ રહૃાા છે. કીડીખાઉનો આ ઉપયોગ ચોંકાવનારી બાબતમાં થતો હોવાની આશંકા છે.
એક કારમાં ત્રણ શકશો કીડીખાઉ લઈને ગુજરાતમાં ઘુસતા હતા ત્યારે શામળાજી ફોરેસ્ટ વિભાગને બાતમી મળી હતી. કીડીખાઉ પ્રાણી ખુબ ઓછા મળી આવે છે ત્યારે તેનો શિકાર કરી ઊંચી કિંમતે વેચી દૃેવાનું દૃેશવ્યાપી રેકેટ ચાલે છે. તેવામાં આ શખ્સો કીડીખાઉ વેચવા માટે રાજ્યમાં આવી રહેલા હોવાની બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે.
એક માન્યતા મુજબ કીડીખાઉના શરીરના અંગોનો ઉપયોગ કામોત્તેજના વધારવાની દવામાં અથવા કોઈ ચીજમાં થાય છે, ત્યારે આ શખ્સો કોને અને કયા કારણોસર કીડીખાઉ આપવા નીકળ્યા હતા તે તપાસના અંતે જાણી શકાશે.
આ પ્રાણીના આખા શરીર ઉપર સખત ભીંગડાનું કવચ ધરાવે છે. ભારતીય કીડીખાઉ-શલ્વો, પેન્ગોલીન સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. જોકે તે નિશાચલ પ્રાણી હોવાથી તે ભાગ્યે જ જોવા મળે છે. તેના આખા શરીર ઉપર સખત ભીંગડા હોય છે જે તેના માટે રક્ષણાત્મક કવચનું કાર્ય કરે છે. કીડીખઆઉનો મુખ્ય આહાર તેના નામ પ્રમાણે કીડી અને ઉધઇ છે.