શામળાજી મંદિરમાં અષાઢી પૂનમે ભક્તો ભગવાનના દર્શન કરી શકશે

કોરોના મહામારી વચ્ચે પણ શામળાજી વિષ્ણુ મંદિરમાં અષાઢી પૂનમ દિવસે ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. સવારે મદિર ખુલ્યા બાદ શણગાર આરતી કરવામાં આવશે. સવારે છ કલાકે શ્રીજીના દર્શન થઇ શકશે. સવારે ૬  વાગ્યે મંદિર ખુલ્યા બાદ શણગાર આરતી કરવામાં આવશે. સવારે પોણા સાત વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. સવારે આઠ ત્રીસ વાગ્યે ભગવાનને રાજભોગ ધરાવવાનો હોવાથી મંદિર બંધ રહેશે.

સવારે પોણા સાત વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે..તો સવારે આઠ ત્રીસ વાગ્યે ભગવાનને રાજભોગ ધરાવવાનો હોવાથી મંદિર બંધ રહેશે. ત્યારબાદ ૧૧:૩૦ કલાકે મંદિર ખુલશે ત્યારે રાજભોગ આરતી કરવામાં આવશે.. બપોરે ૧૨:૧૫ કલાકે  ઠાકોરજી પોઢી જશે ત્યારે મંદિર બંધ થશે.

જો કે બપોરે ૧૨.૩૦ કલાકે ભગવનનના ઉત્થાપન બાદ મંદિર ખુલશે.તો બપોરે ૨:૧૫ કલાકે સંધ્યા આરતી થશે..જયારે સાંજે ૭:૦૦ કલાકે ભગવાન  શામળાજીની શયન આરતી કરવામાં આવશે..તો રાત્રે ૮:૧૫ કલાકે મંદિર મંગલ મંદિર બંધ કરવામાં આવશે.