- કેન્દ્ર સરકાર દ્વારા નવીન શિક્ષણ નીતિની જાહેરાત
- MA ના છાત્રોને પીએચડી માટે હવે એમ.ફિલ નહીં કરવું પડે, વિદ્યાર્થીઓના હિતમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા
નવી દિલ્હી, તા. ૨૯
કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી પ્રકાશ જાવડેકરએ બુધવારે નમતી બપોરે કેબિનેટમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપ્યાની વિગતો જણાવી હતી. તેમણે જણાવ્યુ કે ૩૪ વર્ષથી શિક્ષણ નીતિમાં કોઈ પરિવર્તન કરાયુ ન હતું, એથી જ આ વાત ખુબ જ મહત્વની છે. તેઓએ પ્રેઝેન્ટેશન આપીને નવી શિક્ષણ નીતિની બાબતે વિસ્તારથી જાણકારી આપી હતી. આ સમયે તેમની સાથે માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ પણ હાજર રહૃાા હતા. નવીન શિક્ષણ નીતિમાં શાળાકીય અભ્યાસથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી અનેક મોટા ફેરફાર કરાયા છે. હાયર એજ્યુકેશન(લો અને મેડિકલ એજ્યુકેશન સિવાયના)ના માટે સિંગલ રેગ્યુલેટર રહેશે. ઉચ્ચ શિક્ષણમાં વર્ષ ૨૦૩૫ સુધીમાં ૫૦ ટકા ય્ઈઇ પહોંચવાનું લક્ષ્ય છે. મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝીટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હાલની વ્યવસ્થામાં જો ચાર વર્ષ ઈજનેરીમાં અભ્યાસ એટલે ૬ સેમિસ્ટર પુર્ણ કર્યા બાદ જો કોઈ કારણસર આગળ અભ્યાસ ના કરી શક્યા તો કોઈ ઉપાય હતો નહીં. જ્યારે હવે મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝીટ સિસ્ટમમાં એક વર્ષ બાદ સર્ટિફિકેટ, બે વર્ષ બાદૃ ડિપ્લોમા અને ૩ ૪ વર્ષ પછી ડિગ્રી મળી જશે. દૃેશભરના વિદ્યાર્થીઓના હિતમાં આ ખુબ જ મોટો નિર્ણય છે.રિસર્ચમાં પણ ફેરફાર: મંત્રી પ્રકાશ જાવડેકરએ વધુમાં જણાવ્યુ કે જે રિસર્ચમાં જવા માગે છે તેના માટે ૪ વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ હશે. જ્યારે જે લોકો નોકરીમાં જવા ઈચ્છે છે તેઓ ત્રણ વર્ષનો જ ડિગ્રી પ્રોગ્રામ કરશે. પરંતુ જે રિસર્ચમાં જવા ઈચ્છે છે તેઓ એક વર્ષ એમએ (MA) ની સાથે ૪ વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ પછી પીએચ.ડી (PhD) કરી શકે છે. તેના માટે એમ.ફિલ (M.Phil) કરવાની જરૂરિયાત રહેશે નહીં. નવી શિક્ષણ નીતિમાં ઘરેલુ ભાષા પર ભાર: કેન્દ્રની નવીન શિક્ષણ નીતિમાં ઘરેલુ ભાષા એટલે કે સ્થાનિક ભાષા પર પણ ભાર મુકવામાં આવ્યો છે. નવી નીતિના ભાગ ૪માં જણાવાયુ છે કે ઓછામાં ઓછા ધોરણ ૫ સુધીમાં અભ્યાસમાં માધ્યમ સ્થાનિક ભાષા, માતૃભાષા કે પછી પ્રાદૃેશિક ભાષા હશે. એટલે વર્ગ ૫ સુધી શાળામાં અભ્યાસનું માધ્યમ સ્થાનિક કે પ્રાદૃેશિક ભાષા હશે. આ ઉપરાંત નવી નીતિમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ધોરણ ૫ પછી ધોરણ ૮ સુધી કે પછી તેનાથી આગળ પ્રાદૃેશિક ભાષાના આ જ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે.
નવી શિક્ષણ નીતિને મંજૂરી
ભારત સરકારના HRD નું નામ હવે શિક્ષણ મંત્રાલય
કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નવુ નામકરણ કરાયું છે. તેનું નામ બદલીને હવે શિક્ષણ મંત્રાલય કરાયું છે. મોદી મંત્રી મંડળની બુધવારે સવારે મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દીધી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ મૂક્યો હતો કે મંત્રાલયનું હાલનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દૃેવાઈ છે. આ સાથે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપવામાં આવી હતી. હવે સમગ્ર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ નિયમનકારી સંસ્થા હશે, જેથી સમગ્ર દૃેશમાં શિક્ષણ ક્ષેત્રેની અરાજકતા દૃૂર થઈ શકે. વર્તમાન શિક્ષણ નીતિ ૧૯૮૬માં તૈયાર કરવામાં આવી હતી. તેમજ વર્ષ ૧૯૯૨માં તેમાં સંશોધન કરવામાં આવ્યું હતું. નવીન શિક્ષણ નીતિનો વિષય ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો હતો. પ્રસ્તાવ તૈયાર કરનારા તજજ્ઞોએ પૂર્વ કેબિનેટ સચિવ ટી.એસ.આર. સુબ્રમણ્યમના નેતૃત્વ સભરની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ પર પણ વિચાર કર્યો હતો. સમિતિની રચના માનવ સંશાધન વિકાસ મંત્રાલયનો કાર્યભાર સ્મૃતિ ઈરાની પાસે હતો, ત્યારે કરવામાં આવી હતી.