અમરેલી, અમરેલી તા.17 જૂન, 2022 – શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23ના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા. 23,24 અને 25 જૂન-2022ના રોજ અમરેલી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રીએ સમીક્ષા બેઠકમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022ના સુચારું આયોજન માટે વિસ્તૃત ચર્ચા કરી અને સુચનાઓ આપી હતી, ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022ના કાર્યક્રમ દરમ્યાન જિલ્લાની શાળાઓમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે એ માટેના આદેશો પણ કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.