બોલિવૂડના કિંગ તરીકે જાણીતા શાહરુખ ખાન અને દીપિકા પાદૃુકોણ અત્યારે ચર્ચામાં છે. એવા પણ સમાચાર છે કે ટૂંક સમયમાં બંને ફરી એક વાર ફિલ્મમાં સ્ક્રીન શેર કરવા માટે તૈયાર છે. અગાઉ દીપિકા અને શાહરુખ ‘ચેન્નાઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. ‘ચેન્નાઇ એક્સપ્રેસના બિહાઇન્ડ ધ સીનનો એક વીડિયો ફેન્સમાં વાયરલ થઈ રહૃાો છે. આ વીડિયોમાં શાહરુખ ખાન તેના અંદાઝમાં દીપિકાને હેન્ડલ કરવાનો પ્રયાસ કરી રહૃાો છે પરંતુ આમ કરવા જતાં તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે.
વીડિયો ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના ગીત ‘તિટલી ના શૂિંટગનો છે. તેમાં શાહરુખ અને દીપિકા એક પથ્થર પર ઉભા રહીને શૂિંટગ કરી રહૃાા છે. ગીતના સીનમાં શાહરુખ દીપિકાને પોતાના ખાસ અંદાઝમાં ગળે લગાવી રહૃાો છે. દીપિકાનું બધું વજન શાહરુખ પર પડે છે. તેવી સ્થિતિમાં કિંગ ખાનનું સંતુલન બગડી જાય છે. ત્યારબાદ બંને કલાકારો પથ્થર પરથી સરકીને નીચે પહોંચી જાય છે. જોકે, બંનેને કોઈ સમસ્યા આવતી નથી અને પરંતુ તેમના ચહેરા પર સ્મિત આવી જાય છે. આ ફિલ્મમાં દીપિકા અને શાહરુખની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
તાજેતરમાં જ એક રિપોર્ટ અનુસાર યશ રાજ ફિલ્મ્સ ‘પઠાણ નામની ફિલ્મ બનાવી રહી છે. તેની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે આ જાહેરાત થઈ શકે છે. તેની સાથે શાહરુખ ખાન લાંબા સમય બાદ આ ફિલ્મ સાથે પાછો ફરશે તેવા અહેવાલ છે. દીપિકા પાદૃુકોણ પણ આ ફિલ્મનો હિસ્સો હશે તેવું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે જોવાનું એ છે કે ફિલ્મ કેટલા સમયમાં રિલીઝ થાય છે? ફેન્સ તેની આતુરતાથી રાહ જોઇ રહૃાા છે.