શાહીબાગ હનુમાન મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તોએ પહેલા ફોન સ્વીચ ઓફ કરવો પડશે

 

અમદાવાદ,

શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર ગત અઠવાડિયાથી ભક્તોના દર્શન માટે શરૂ કરવામાં આવ્યું છે પરંતુ હવે આ મંદિરમાં દર્શન કરવા જતા ભક્તો માટે નિયમો કડક બનાવામાં આવ્યા છે. મંદિરમાં જતાં પહેલાં આર્મીના ગેટ પર ભક્તોએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરીને મંદિરમાં જવાનું રહેશે. મંદિરમાં દર્શન કરી ગેટથી બહાર નીકળ્યા બાદ ક ફોન સ્વીચ ઓન કરી શકાશે.

કોરોના મહામારીમાં લોકડાઉન બાદ કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. કોરોના સંક્રમણ ન વધે અને મંદિર આર્મી કન્ટેઇમેન્ટ વિસ્તાર હોવાથી સાવચેતીના ભાગ રૂપે બંધ કરાયું હતું. પરંતુ ૨૫૦ દિૃવસના મંદિરમાં મર્યાદિૃત સંખ્યામાં ભક્તો આસ્થા સાથે દર્શન કરી શકે તે માટે શરૂ કરાયું હતું. જોકે આજથી મંદિરમાં પ્રવેશ કરતા ભક્તો માટે નવો નિયમ આર્મી તરફથી લાવવામાં આવ્યો છે. જેમાં હવે મોબાઇલ બંધ કરી દર્શન કરવા જવાનું રહેશે.

કેમ્પ હનુમાન મંદિરના સેક્રેટરી સરીત ચોકસીએ જણાવ્યું હતું કે આર્મી તરફથી આજે ભકતોને મંદિરમાં પરિસર અને વિસ્તારમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જો કે મંદિર તરફથી નિયમમાં થોડો ફેરફાર કરાવતા હવે ભક્તોએ આર્મીના ગેટ પર જ મોબાઈલ સ્વીચ ઓફ કરી મંદિરમાં જવાનું રહેશે. દર્શન કરી ગેટમાંથી બહાર નીકળી ફોન ચાલુ કરી શકશે.