શિક્ષકોનાં . રૂ.2,800નાં ગ્રેડથી મોટું આર્થિક નુકસાન

 

 • વિધાનસભા વિપક્ષનેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ રાજયનાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પાઠવ્યો
 • સમગ્ર રાજ્યના 65,000 ઉપરાંત શિક્ષકોને રૂા. 4,200 ના ગ્રેડ-પે ના અધિકારથી વંચિત થવાનો વારો આવ્યો
 • ભાવી પેઢી ઉપર પડનારી ખુબ ગંભીર આડ અસરોને શિક્ષણ વિભાગે “માસ્તર’ અને “મજૂર’ વચ્ચેનો ફરક સમજવાની જરૂર

  આખાય ભારતમાં સૌથી વધુ તુક્કાઓ અને તરંગો જો કોઈ વિભાગમાં ચાલતા હોય તો વિશ્વાસથી કહી શકાય કે તે આજે ગુજરાતના શિક્ષણ વિભાગમાં ચાલે છે. કદાચ સૌથી વધુ નધણીયાતો કોઈ વિભાગ હોઈ તો એ શિક્ષણ વિભાગ છે. હાલ તમામે તમામ વર્ગોને, સ્કૂલ કક્ષાએ ચાલી રહેલાં ઓનલાઈન શિક્ષણનો સખત વિરોધ છે છતાં પણ આ જન વિરોધ બહેરા કાને અથડાઈને રહી ગયો છે. હવે લાગી રહ્યું છે કે આખા શિક્ષણ વિભાગને કોઈ મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર જણાય છે અથવા તો તે મનસ્વી રીતે વર્તવામાં જ પોતાની સાર્થકતા અનુભવે છે.
  રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ 2010 અને તે પછી ભરતી થયેલ પ્રાથમિક શિક્ષકો સ્.છ./મ્.ઈગ., સ્.જીબ./મ્.ઈગ., ઁ.્.ભ. સાથે સ્નાતક જેવી ઉચ્ચી શૈક્ષણિક લાયકાત ધરાવે છે.
  શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શિક્ષકોને બઢતીની મર્યાદિત તકોને ધ્યાનને લઈ સરકારશ્રીની બઢતીની નીતિ અનુસાર 9/20/31 વર્ષની નોકરી પૂર્ણ કર્યેથી 9/20/31 વર્ષે બઢતી-ગ્રેડ પે ક્રમશ: 9 વર્ષે રૂા. 4,200/-, 20 વર્ષે રૂા. 4,400/- અને 31 વર્ષે રૂા. 4,600/- આપવાની જોગવાઈ અમલમાં હતી પરંતુ સરકારશ્રીના નાણા વિભાગના તાજેતરના ઠરાવના કારણે પ્રાથમિક શિક્ષકોને મળતા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ વખતે મળી રહેલ રૂા. 4,200/- ગ્રેડ પે 2010 પછી ભરતી થયેલ શિક્ષકો માટે રૂા. 2,800/- કરવામાં આવેલ જેનાથી શિક્ષકોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે. રાજ્યના 65,000 ઉપરાંત શિક્ષકોને રૂા. 4,200/- ના ગ્રેડ-પે ના અધિકારથી વંચિત થવાનો વારો આવ્યો છે.
  2010 પહેલાં ભરતી થયેલા શિક્ષક અને ત્યાર બાદ નિમણુક પામેલા શિક્ષકો બંને એક જ પ્રકારનું સરખું કામ કરતા હોય ત્યારે તેમના પગારમાં તફાવત રહે તો તેમની વચ્ચે સ્વસ્થતા નહીં રહે અને આ સ્થિતિ ભવિષ્યમાં અનેક સમસ્યાઓને જન્મ આપશે. એક તરફ કોરોના મહામારીને કારણે અનેક લોકો સહીત શિક્ષકો પણ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય ત્યારે સરકાર કારણ વગરનો વિવાદ છેડે તે કોઈ રીતે યોગ્ય નથીરાજ્યના શિક્ષકોને શિક્ષણ સિવાય સોંપાતી વિવિધ પ્રકારની કામગીરીના કારણે વીતેલા વર્ષોમાં રાજ્યમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું ગયેલ છે અને પરીક્ષાના પરિણામો પણ ખૂબ જ નબળા આવી રહેલ છે. શિક્ષણકાર્ય કરવાની પૂરતી મોકળાશ જ ન હોય તો તેના વર્ગનું પરિણામ નબળું આવે અને હવે માસ્તરો માણસને ભણાવવા પેદા થયા છે કે સરકારી મજૂરી કરવા, એ સળગતો સવાલ બનીને ઉભરી રહ્યો છે ત્યારે તેની ભાવી પેઢી ઉપર પડનારી ખુબ ગંભીર આડ અસરોને નિવારવા માટે શિક્ષણ વિભાગે “માસ્તર’ અને “મજૂર’ વચ્ચેનો ફરક સમજવાની ખુબ તાતી જરૂર છે.
  શિક્ષણ વિભાગના સદર સરકારી ઠરાવની બાબત પ્રાથમિક શિક્ષકોને અન્યાયકર્તા હોવાથી તેનું હકારાત્મક નિવારણ લાવવા અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ આગેવાનો વગેરે દ્વારા આ અંગે રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે. પ્રાથમિક વિભાગના તમામ શિક્ષકોને ગ્રેડ પે નો એકસરખો લાભ મળવો જોઈએ તેના બદલે 2010 પછી જોડાયેલ શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણના ગ્રેડ પે માં ભેદ કરવામાં આવ્યો છે જે યોગ્ય નથી.
  આથી, તમામ શિક્ષકો પ્રત્યે સહાનુભૂતિ દાખવી, નાણા વિભાગનો ઠરાવ તાત્કાલિક અસરથી રદ્દ કરી, 2010 અને તે પછી ભરતી થયેલ શિક્ષકોને પ્રથમ ઉચ્ચાતર પગાર ધોરણમાં રૂા. 4,200/-નો ગ્રેડ પે મળે તે માટે સકારાત્મક નિર્ણય થવા મારી વિનંતી સહ ભલામણ છે તેમ પરેશભાઇ ધાનાણીએ જણાવ્યુ છે.