શિક્ષક ગુમ થતા ક્રિપ્ટો કરન્સીમાં અમરેલીનાં કરોડો ડુબ્યાં

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોના,વાવાઝોડું અને મંદીની કળ વળતા બજાર ફુલગુલાબી બની રહયું છે તેવા સમયે અમરેલી જિલ્લાના સેકડો લોકોના કરોડો રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ફસાયા હોવાનું બહાર આવતા ખાસ કરીને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામેલ છે.આ બનાવ અંગે જાણવા મળતી માહીતી અનુસાર અમરેલીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, મુળ નજીકના ગામડાના વતની એવા પ્રતિષ્ઠીત પરિવારના એક યુવાન શિક્ષક લોકો પાસેથી રોકાણ માટે નાણા લઇ અને ચાર ટકા જેવુ વળતર આપતો હતો તે લોકોને સ્પષ્ટતા પણ કરતો હતો કે તે આ રોકાણ ડીઝીટલ ચલણ ક્રિપ્ટો કરન્સીમાં કરી રહયો છે અને તેને દસ ટકા વળતર મળે છે જેમાથી તે ચાર ટકા રોકાણ કરનારને આપવાની ઓફર કરતો હતો આ યુવાન હોશિંયાર અને પ્રામાણિક હોવાની તેની છાપને કારણે અને ફલાણાએ રોકયા છે તેને દર મહીને સામેથી ચાર ટકા પહોંચાડી દઉ છુ પુછો કહી વાત કરાવતો જેને કારણે લોકોને ભરોસો પણ બેસી ગયો હોય ઘણાએ પોતાના નાણાનું વધ્ાુ વળતર મળેતે માટે તેને રોકાણમાં આપ્યા હતા અત્યાર સુધી બધ્ાુ બરોબર ચાલતુ હતુ પણ એક અઠવાડીયા પહેલા શાળામાં રજા મુકી અને આ શિક્ષક ગયા પછી તેણે ચુકવવાની રકમ ન ચુકવવા આવતા લોકોએ તપાસ કરતા તેનો ફોન બંધ આવ્યો હતો.ફોન બંધ આવતા રોકાણ કરનારાના જીવ અધ્ધર થઇ ગયા હતા આમા ઘણાની મરણ મુડી પણ હતી જે વેપારી વ્યાજ 2 ટકા કરતા વધારે એટલે કે બમણુ વ્યાજ મળે તે માટે મુકનારા લોકો તેના ઘેર ગયા હતા પણ તે બંધ હોવાથી ભારે દોડધામ મચી છે અને શહેરમાં તરેહ તરેહની ચર્ચા ચાલી રહી છે જેમા અમરેલીના એક જ વિસ્તારના જ દસેક કરોડ જેવી રકમ હોવાનુ મનાય છે અને તેમાય એક જ વ્યકતીના 54 લાખ હોવાનુ કહેવાય છે જો કે આમા સૌથી વધ્ાુ રોકાણ ધારી અને બગસરા વિસ્તારના શિક્ષણ જગતનું હોવાનુ બહાર આવ્યું છે આ યુવાન શિક્ષક જે કરન્સીનું કામ કરતો હોય તેમાં તેના નાણા જતા કે ફસાતા આ ઘટના ઘટી હોવાનુ શકયતા પણ રહેલી છે કારણ કે આ પરિવાર પ્રતિષ્ઠીત છે.