શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું ૯૪ વર્ષે અવસાન

ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું નિધન થયું છે. પ્રાપ્ત થતાં અહેવાલ પ્રમાણે રાજ્યના શિક્ષણમંત્રી અને ભાજપના પીઢ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબાનું આજરોજ નિધન થયું છે. કમળાબા ૯૪ વર્ષની ઉંમર ધરાવતા હતા અને છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

માતાના નિધન અંગેના સમાચારો પ્રાપ્ત થતાં જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માદરે વતન જવા માટે રવાના થયાં હતા. સાથે જ તેમના સાથી મંત્રીએ પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, કમળાબાના નિધનને પગલે ચુડાસમા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.