શિખર ધવન ભલે કેપ્ટન નથી, પરંતુ એક માર્ગદર્શક તરીકે તેમનો ટીમ પર મોટો પ્રભાવ છે

  • આઇપીએલ ફાઇનલ મેચ પહેલા માર્કસ સ્ટૉઇનિસે ધવનની બેટિંગને લઇને કહૃાું

 

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનમાં દિલ્હી કેપ્ટિલ્સની ટીમ પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે. આ સિઝનમાં ૬૦૦થી વધુ રન બનવનારા શિખર ધવને દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસે ધવનની બેટિંગની જબરદસ્ત પ્રસંશા કરી છે. સ્ટૉઇનિસે કહૃાું શિખર ધવન ભલે કેપ્ટન નથી, પરંતુ એક માર્ગદર્શક તરીકે તેમનો ટીમ પર મોટો પ્રભાવ છે.

સ્ટૉઇનિસે કહૃાું શિખર અવિશ્ર્વસનીય રહૃાાં છે, અને કેટલાક શાનદાર શતક ફટકાર્યા, તેને અમારા બધાનુ માર્ગદર્શન કર્યુ. તે ટીમની અંદર એક લીડર છે. તેની પાસે ઉર્જા અને ક્રિકેટની સમજ છે. મારા પ્રદર્શનમાં તેમની મોટી ભૂમિકા રહી છે. સ્ટૉઇનિસે કહૃાું હું આશા રાખુ છુ કે ધવન ફાઇનલમાં પણ એક મોટી ઇનિંગ રમે. તેને કહૃાું ધવને આ વર્ષ ૬૦૦થી વધુ રન બનાવ્યા, આશા છે કે ફાઇનલમાં વધુ એક યાદગાર ઇનિંગ રમે. ઉલ્લેખનીય છે કે સ્ટૉઇનિસ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સને અનેક મેચોમાં જીત અપાવી ચૂક્યો છે. એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્ટૉઇનિસ મહત્વનો ખેલાડી બની ગયો છે. તેને આ સિઝનમાં ૩૫૨ રન બનાવવાની સાથે ૧૨ વિકેટ પણ ઝડપી છે.