શિતલ કુલ પ્રોડક્ટ્સ લી. દ્વારા ચાર નવી ફલેવરોનું લોન્ચીંગ

  • દેશ અને દુનિયામાં ઠેર-ઠેર સ્થાન મેળવનાર ખોબા જેવડા અમરેલીએ ધુમ મચાવી
  • ગલી ગોલાની ચાર ફલેવરોમાં કાચી કેરી, કાલા ખટ્ટા, કોકોનટ અને ચોકલેટ એમ ચારેય ફલેવરોનું જબરૂ આકર્ષણ

અમરેલી,
કુલ પ્રોડક્ટસમાં દેશ અને દુનિયામાં ઠેર ઠેર સ્થાન મેળવનાર અમરેલીની શિતલ કુલ પ્રોટક્ટસ લી. દ્વારા ચાર નવી ફલેવરોનું લોન્ચીંગ કરવામાં આવી છે ગલી ગોલાની આ ચાર પ્રોડક્ટોની લોકોમાં પણ ભારે ડિમાન્ડ છે 6 કે તેથી વધારે ખાદ્ય કેટેગરીમાં એક સાથે બીઆરસી અને યુએસએફડીએ ઓડીટ સફળતા પુર્વક પાર કરવાની સાથે સાથે ભારતની 10થી ઓછીસર્ટીફાઇડ કંપનીઓમાં સ્થાન મેળવનાર ખોબા જેવડા અમરેલીમાં આવેલ શિતલ કુલ પ્રોડક્ટસ લી. કંપની દ્વારા ગલી ગોલાને નામે ખાદ્ય પ્રોડક્ટની કાચી કેરી, કાલા ખટ્ટા, કોકોનટ, ચોકલેટ અમે ચાર ફલેવર લોન્ચ થતાની સાથે જ ખુબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે નથીંગ ઇમ્પોસીબલ ઇન ધી વર્લ્ડ ને અનુસરનારા શિતલ કુલ પ્રોડક્ટસ લી. અમરેલીના યુવાન એમ.ડી. શ્રી હાર્દિકભાઇ ભુવાના સચોટ માર્ગદર્શન હેઠળ કંપનીએ ઝડપભેર પ્રગતિ કર્યાની સાથે આગામી દિવસોમાં ગલી ગોલા નામની ચારેય ફલેવર ધુમ મચાવશે તેમાં કોઇ શંકા નથી.