શિતલ કુલ પ્રોડક્ટ લી.અમરેલીનો વિદેશમાં માલ સપ્લાય કરનાર ગુજરાતની શ્રેષ્ઠ કંપનીઓમાં સમાવેશ

  • માત્ર ભારત જ નહી વિદેશમાં પણ ધુમ મચાવી 
  • શિતલ કુલ પ્રોડકટની લોકપ્રિયતામાં સતત વધારા સાથે પ્રગતિના શિખરો સર કર્યા

અમરેલી,1987માં જાણમેલી લસ્સી અને આઇસ્ક્રિમઘી શરૂઆત કરનાર શીતલ કંપનીએ ટુંકાગાળમાં અસામાન્ય સિધ્ધી મેળવેલ છે. પરિવારનું ગુજરાન ચલાવવામાં એક કેબીન હતી. એ પણ ડીમોલીશનમાં ગઇ. આર્થિક કટોકટી વચ્ચે નાના પાયે આઇસ્ક્રીમનો વ્યવસાય શરૂ કર્યો. સંઘર્ષ નિષ્ફળતા વચ્ચે પણ હિંમત સાથે નિષ્ઠાથી કામ શરૂ રાખ્યું. ધીમે ધીમે મુડી બજારમાં પ્રવેશ થયો. લોકોને શિતલ પ્રત્યેનો પ્રેમ વિશ્ર્વાસ અને આશા છલકાયા. ભરણું 31 ગણું. છલકાયું હાલ શીતલ કુલ પ્રોડક્ટ લી.નામે મહાકાય ફેક્ટરી કાર્યરત છે. 1000થી પણ વધારે લોકોનો સ્ટાફ કામ કરે છે. શિતલે ગુજરાતનાં 80 ટકા વિસ્તાર પોતાનાં વેપારમાં આવરી લીધો છે. દરરોજ 1 લાખ 30 હજાર લીટર આઇસ્ક્રીમ ઉતપાદનની ક્ષમતાવાળો પ્લાન્ટ કાર્યરત છે. 2030 સુધીમાં શિતલ આઇસ્ક્રિમનું ટર્ન ઓવર 1500 કરોડે પોહંચાડવાનો ધ્યેય છે. સંઘર્ષથી આમાન્ય સિધ્ધીની આ રીયલ સ્ટોરી છે. પરિવારનાં ચાર સંતાનો શ્રી દિનેશભાઇ, સ્વ.જગદીશભાઇ, ભુપતભાઇ અને સંજયભાઇએ કસોટીનાં સમયમાં પોઝીટીવ રહીને અતુટ અખુટ શ્રધ્ધાપુર્વક આગળ ગૌરવવંતો ડંકો વગાડ્યો છે. સ્વ.જગદીશભાઇ ભુવાએ નાના પાયે આઇસ્ક્રીમનું ઉત્પાદન શરૂ કર્યુ. પાયો નાનો હતો. પણ મજબુત હતો. જેના પર વિરાટ ઇમારતનું નિર્માણ થઇ ચુક્યું છે. ઉત્પાદન પ્લાન વિસ્તરતો ગયો. લોકપ્રિયતા વધતી ગઇ. શિતલે ટુંકાગાળામાં અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી. ઉચ્ચત્તમ શ્રેષ્ઠ ગુણવતા અને બધાને પોસાય તેવી એમઆરપી શીતલ આઇસ્ક્રીમની વિશેષતા છે. શીતલ કંપની કોસ્ટ મેનેજમેન્ટ પર ગંભીરતાથી ધ્યાન આપે છે. ઉપરાંત પ્રોડક્ટ લો શુન્ય છે. તે માટે પુરી કાળજી રાખવામાં આવે છે. આ કારણે ગુણવતામાં બાંધછોડ કર્યા વગર એમઆરપી ઉપર નિયંત્રણ રાખી શકાય છે. સરવાળે ગ્રાહકોને જ ફાયદો થાય છે. ઉચ્ચ ગુણવતા વ્યાજબી કીંમત, ઓછો નફો અને વ્યાપક લોકપ્રિયતા શિતલ આઇસ્ક્રીમની નીતી રહી છે.
શિતલ કંપનીનાં 25000થી પણ વધારે આઉટલેટ છે. નેટવર્ક સતત વધી રહયું છે. શીતલ બ્રાન્ડ છવાઇ ગઇ છે. આઇસ્ક્રીમ ઉપરાંત નમકીન ફ્રાઇમ્સ ક્ષેત્રે પણ શીતલે સ્વાદ શોખીનોને મસ્ત વિકલ્પ આપ્યો છે. થોડા સમય પહદેલા જ શિતલ કુલ પ્રોડક્ટ લી.અમરેલી મુંબઇ (મહીલા ઉજ્જવળ ભવિષ્ય આશ્રય ઇન્ડસ્ટ્રીઝ) દ્વારા સંચાલિત શિતલ મસાલા નામની નવી બ્રાન્ચનો પ્રારંભ કર્યો જે 100 ટકા મહિલા સંચાલીત છે. જેમાં હાલ રેડ ચીલી પાઉડર, ધાણા જીરૂ પાઉડર, વેજ પુલાવ પાવડર, છોલે મસાલા, પાણી પુરી મસાલા વગેરે મસાલાઓ ઉપલબ્ધ છે, તાજેતરમાં જ એસસીપીએલ એ વિદેશમાં માલ સપ્લાય કરીને ગુજરાતની જ નહીં પરંતુ ભારતની શ્રેષ્ઠતમ કંપનીઓની હરોળમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. પરિવારનું ગુજરાન ચલાવવા જેમની પાસે પાનની કેબીન પણ રહી ન હતી એ પરિવાર આજે સિધ્ધી સફળતાનો હીમાલય ચઢીને અન્ય પરિવારોમાં સુખની ઠંડક ફેલાવે છે. આ પાટીદાર પરિવારનાં સંતાનોએ કાઠીયાવાડી પાણીનો પરચો બતાવ્યો છે.