શિયાળબેટ ગામમા 1300 ઉપરાંતના મકાનો ધરાશયી

  • રાજ્ય સરકાર ડ્રોન કેમેરાથી શૂટ કરી સર્વે કરાવી 6 કરોડનુ શિયાળબેટને સ્પેશ્યલ કેસમાં પેકેજ જાહેર કરે તેવી માંગ કરતા સરપંંચ

રાજુલા, તાઉતે વાવાજોડાની અસર અમરેલી જિલ્લાના મધ દરિયે આવેલ શિયાળબેટ ગામમા તારાજી સર્જી દીધી છે અહીં શિયાળબેટ ગામમાં 1300 ઉપરાંત મકાનો ધરાશય થયા મોટાભાગના લોકો ઘર વિહોણા બન્યા તો કેટલાયની બોટો તણાય ગઈ છે રોજી રોટી ધંધા વિહોણા લોકો બન્યા છે સ્થિતિ ભયાનક સર્જી દીધી છે ત્યારે ગ્રાઉન્ડ અવધ ટાઈમ્સની ટીમે પોહોંચી શિયાળ બેટ પર ગ્રાઉન્ડ રિપોટ મેળવ્યો સૌથી મોટી અસર શિયાળબેટ ગામમા વાવાજોડાની 17 મી રાતે સૌથી પહેલા આ ગામ પર મોટી આફત આવી અને સ્થિતિ વણસી ગામના પવનની એટલી વધી ગઈ ચારે તરફ નળીયા ઉડયા તો દીવાલો ધરાશય થઈ અફડા તફડી ચારે તરફ સમુદ્ર ગાંડોતુર બન્યો પાણીની આવક વધી ગઈ અને ગામની નાનકડી શેરીઓમાં અફરા તફડી ગામના સરપંચ એ યુવાનોની ટીમો બનાવી હતી જે તાકીદે ધાબા વાળા મકાનામા માણસોને તાકીદે ખસેડવા માટે તેને લઈ યુવાનો દ્વારા તાકીદે ગ્રામજનો ને શીફ્ટ કર્યા હતા જેના કારણે લોકોના જીવ બચ્યા છે પરંતુ ગ્રામજનો કહી રહ્યા છે 82મા આવેલું વાવાજોડુ પણ આવુ ન હતુ તેવુ આ વાવાજોડુ તાઉકે ઇતિહાસ સર્જી દીધો છે ગ્રામજનો ફફડી ઉઠ્યા અને આજે ડરના માહોલ માંથી બહાર આવી રહ્યા છે ગામની 150 ઉપરાંતની બોટો તણાય ગઈ છે જેને લઈ ગામના મોટાભાગના લોકો ધંધા વિહોણા બની છે 24 કલાક બાદ આજે શિયાળ બેટ રાબેદા મુજબ થઈ રહ્યું છે ગ્રામજનો કહી રહ્યા છે અમને 15 દિવસમાં તાકીદે સ્પેશ્યલ કેસમાં સરકાર લઈ પેકેજ જાહેર કરે તો શિયાળ બેટ ઉભુ થશે.