શિયાળામાં લાંબા સમય સુધી કોરોના જીવીત રહેવાનો ચોંકાવનારો ખુલાસો

કોરોના મહામારીની વિરુદ્ધ આખી દુનિયા જંગ લડી રહૃાું છે. ત્યારે હાલમાં જ કરાયેલ એક અભ્યાસમાં ઠંડી દરમિયાન કોરોના વાયરસના વ્યવહારને લઈને કેટલીક નવી જાણકારીઓ સામે આવી છે જે જાણવી આપણા માટે જરૂરી છે.

મેડિકલ જર્નલ બાયોકેમિકલ એન્ડ બાયોફિજિકલ રિસર્ચ કમ્યુનિકેશન્સમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં ઘટાડાની સાથે જ વિવિધ સપાટી પર કોરોના વાયરસ લાંબા સમય સુધી જીવિત રહેશે. વૈજ્ઞાનિકોએ કાચ પર કોરોના વાયરસની અસરનો અભ્યાસ કર્યો છે. સામાન્ય તાપમાન અને ઓછા તાપમાનને લઈને કરવામાં આવેલ અભ્યાસમાં મળી આવ્યુ છે કે ઠંડા હવામાનમાં વાયરસ લાંબા સમય સુધી સક્રિય રહે છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક રિપોર્ટ પ્રમાણે લાંબા સમય સુધી પ્રદૂષણના પ્રભાવમાં રહેવાથી કોવિડ-૧૯થી મોતનો ખતરો વધી શકે છે. તો શિયાળાના દિવસોમાં પ્રદૂષણનો ખતરો પણ વધી જાય છે. એવામાં પ્રદૂષણથી બચવાના તમામ ઉપાય પણ થવા જોઈએ.

ઠંડીના દિવસોમાં શરદી-ઉધરસ સામાન્ય વાત છે. આ દિવસોમાં લોકો મોટી સંખ્યામાં નિમોનિયાનો શિકાર થઈ જાય છે. જો નિમોનિયાના લક્ષણ દેખાય તો, તેને હળવાશમાં ન લો. ડૉક્ટરને દેખાડો અને જરૂરી હોય તો કોરોનાની તપાસ કરાવો. સામાન્ય તો કોરોના વાયરસની સૌથી ખતરનાક વાત એ છે કે, તેના લક્ષણ મોડેથી નજર આવે છે.